ભાવનગરમાં સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરતા પશુપાલકો માટે મોટી વાત સામે આવી છે,જેમા કિલો ફેટે દૂધના ભાવમાં રુ. 10નો વધારો તો કિલો ફેટનો ભાવ 820થી વધી 830 કરાયો છે.સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદ ભાવમા વધારો કિલો ફેટે રૂપિયા 10નો કર્યો છે.પેહલા દૂધ કિલો ફેટે ખરીદ ભાવ રૂપિયા 820 હતો તે રૂપિયા 10ના વધારા સાથે રૂપિયા 830 મળશે.
9 મહિના અગાઉ સૂમુલ ડેરીએ પશુપાલકોને આપ્યો ભાવનો વધારો
સૂમુલ ડેરીએ સંપૂર્ણ સહકારની ભાવનાથી દૂધ ઉત્પાદકોનું ધ્યાન રાખીને અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા હતો. સુમુલ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોની આર્થિક પ્રગતિ થાય અને સતત ખર્ચાળ બનતા જતા પશુપાલન વ્યવસાયને ટકાવી રાખવા માટે પશુપાલકોને સમાયાંતરે દૂધના ભાવમાં વધારો ચૂકવવામાં આવે છે. આ દરમિયાન સુરત- તાપીના 2.50લાખ પશુપાલકોને દૂધના ભાવમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો ચૂકવવા નિર્ણય લેવાયો હતો.
પશુપાલકો માટે રાષ્ટ્રીય ગોકુલ મિશન
રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરી કાર્યરત કરી છે. આ લેબમાં ઉત્પાદિત થતા સેક્સડ સીમેન ડોઝનાં ઉપયોગથી 90 ટકાથી વધુ વાછરડી અથવા પાડીનો જન્મ થતા રાજ્યમાં પશુપાલન વ્યવસાય વધુ નફાકારક બની રહ્યો છે. મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, પાટણ ખાતે સેક્સડ સીમેન લેબોરેટરીમાં એક સેક્સડ સીમેન ડોઝના ઉત્પાદન માટેનો રાજ્ય સરકારનો પડતર ખર્ચ 710 રૂપિયા જેટલો છે. રાજ્ય સરકાર દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી તૈયાર થયેલા સીમેન ડોઝ પશુપાલકોને ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા એક ડોઝ માટે માત્ર 300 રૂપિયા ફી નિર્ધારિત કરવામાં આવી હતી.









