• ગુગલ મેપ્સના AI ફિસર્સથી લોકોને રાહત
  • AIના માધ્યમથી રોડની માહિતી મળશે
  • વાહનચાલકોની મુશ્કેલી થશે દૂર

Google Maps AI: ગુગલ મેપ્સના આર્ટિશિયલ ઈન્ટેલિજીન્સ (AI) ફિસર્સની મદદથી ભારતીયોને રાહત મળશે. AIના માધ્યમથી આપને ખબર પડી જશે કે રોડ કેટલો પહોળો છે. તેમજ મેપ્સની મદદથી મેટ્રોની ટિકીટ બુક કરી શકાશે. તો ચલો જાણીએ આ અપડેટ વિશે.

એપ્સમાં AIનું ફિચર એડ કરવામાં આવ્યું

ઘણીવાર આપણે જોયુ છે કે, ગુગલ મેપ આપણને એવો રસ્તો બતાવે છે કે આપણે સાંકળી ગલીઓમાં ફસાઈ જઈએ છીએ અને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. હવે આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે એપની અંદર અપડેટ કરવામાં આવ્યું છે. ગુગલ મેપ્સની અંદર AIનું ફિચર એડ કરવામાં આવ્યું છે. જેનાથી આપણને આગળનો રસ્તો કેવો હશે તેના વિશે વિગતવાર માહિતી મળી રહેશે.

નેવિગેશનની મદદથી વાહનચાલકોને રાહત

નેવિગેશન દરમિયાન ભારતીયો જે પરેશાનીઓનો સામનો કરે છે, તેનાથી છુટકારો મળશે. ગુગલ મેપ્સ જેને દુર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેના માટે કંપની નવા ફિચર્સ તૈયાર કરી રહી છે. તેમજ એપ દ્વારા જ મેટ્રોની ટિકીટ પણ બુક થઈ શકશે.

Google Mapsનું AI ફીચર્સ

AIની મદદથી ગુગલ મેપ એપમાં એપડેટ લાવશે. જેને ભારતના રસ્તાઓ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ મોડલ સેટેલાઈટ ઈમેજ અને શેરીઓના રસ્તા વિશે માહિતી એકત્ર કરીને રોડ વિશેની વિગતવાર માહિતી આપશે. શેરીઓમાં કે રોડ પર કોઈ ટ્રાફિક કે કંઈ અડચણરૂપ નથી ને તે તમામ માહિતી દર્શાવશે.

જેનાથી લોકોને સાંકડી શેરીઓ વિશે પણ ચેતવણી મળશે. શરુઆતમાં આ એપ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે હશે. iOS યુઝર્સને પણ આનો ફાયદો ટૂંક સમયમાં મળશે.

ફ્લાયઓવર માટે પણ અપડેટ જોવા મળશે

ભારતમાં ફ્લાયઓવર માટે પણ ગુગલ મેપ્સમાં ફીચર્સ અપડેટ આવશે, જેનાથી લોકોને સાચી જાણકારી મળી રહેશે. અત્યાર સુધી ગુગલ ફ્લાયઓવર અને પુલ પર ચઢવા માટે ‘take a ramp’ શબ્દનો ઉપયોગ કરતો હતો. હવે અપડેટ પછી ‘take the flyover’ જોવા મળશે. જેનાથી યુઝર્સને કોઈ મુંઝવણ રહેશે નહીં.

ગુગલ મેપ્સમાં રોડ રસ્તાના અધિકૃત નામ જ જોવા મળશે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે, ઘણાં બધા રોડ-રસ્તાના નામ સરકાર માન્ય નથી. અધિકૃત નામ નહીં દેખાડવાનથી વાસ્તવિક રસ્તા વિશે જાણકારી મળતી નથી.

ગુગલ મેપ્સમાં સરકારી સેવાઓ ઉપલબ્ધ

સરકારી સેવાઓ સાથે મળીને ગુગલ મેપ્સ લોકોને એપની મદદથી મેટ્રોની ટિકીટ બુક કરી આપશે. આ ફિચર્સથી કરોડો લોકોને ફાયદો થશે જેઓ રોજબરોજ મેટ્રોનો ઉપયોગ કરે છે. ગુગલ મેપ્સમાં મેટ્રો ટિકીટ બુક કરવાની સુવિધા અત્યારે કોચ્ચિ અને ચેન્નઆમાં શરૂ થઈ ગઈ છે. આવું ONDC અને નમ્મા યાત્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.


  • Follow us on: