સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક વધતો ગયો છે,સુરતમાં ક્રાઈમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે,ત્યારે ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે,જાહેરમાં હથિયાર નીકાળીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

સચિન વિસ્તારમાં 4થી 5 લોકો પર ચપ્પુથી હુમલો

ધુળેટી પર્વના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે,રીક્ષામાં આવેલા ઇસમોએ ચપ્પુથી હુમલો કરીને લોકોને ડરાવી દીધા હતા તો બીજી તરફ રીક્ષા ફુલ સ્પીડમાં ભગાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો,તો લોકોએ સ્વબચાવમાં રીક્ષા ચાલક પર પથ્થરમારો પણ કર્યો હતો,સેજલનગરમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો.

[[$alsoread]]

લોકોએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો

સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી,તો લોકો ધુળેટી રમતા હતા તે દરમિયાન અચાનક આવી બબાલ થતા લોકો પણ ગભરાઈ ગયા અને તેમણે રીક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો,તો રીક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ રીક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહી તો પોલીસે પણ ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડની બહાર છે.

  • Follow us on: