અમદાવાદ પોલીસે ઉત્પાતીઓની શાન ઠેકાણે લાવવા મોટી કાર્યવાહી કરી છે,જેમા પહેલા આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા અને ત્યારબાદ આરોપીઓની તેમના ઘર સામે જ સર્વિસ કરવામાં આવી છે,આરોપી અલ્કેશ યાદવની તેના ઘર સામે જ સર્વિસ કરવામાં આવતા લોકોએ પણ પોલીસના કર્યા વખાણ.


[[$googlead]]

મકાન તોડવાની સાથે આરોપીઓને પણ તોડાયા

વસ્ત્રાલમાં આતંક મચાવનારની પોલીસે જાહેરમાં ધોલાઈ કરી છે,પહેલા મકાનો તોડી પડાયા અને ત્યારબાદ રોડ પર લાવીને સર્વિસ કરવામા આવી હતી,તો પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે છે અને તમામ લોકો પર બાજ નજર રાખવામા આવી રહી છે,આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી છે,7 આરોપીઓના ઘર પોલીસે તોડી પાડયા છે અને ઘર વિહોણા કર્યા છે,સાબાસ ગુજરાત પોલીસ આવી જ રીતે આરોપીઓમાં ડર તો રહેવો જ જોઈએ કે જો કંઈ વિસ્તારમાં કર્યુ તો પોલીસ ટાંટિયાતોડી નાખશે.

[[$alsoread]]

આરોપી અલ્કેશ યાદવની ઘર સામે જ ધોલાઈ

આરોપીઓને ઘરે લઇ જઇને ધોલાઇથી સરભરા કરી છે.વિસ્તારમાં ડર ફેલાવનારાનો ડર પોલીસે કાઢી નાખ્યો છે.રાજવીરસિંહ બિહોલાની પણ પોલીસે જાહેરમાં સર્વિસ કરી છે,અલ્કેશ યાદવની પણ સર્વિસ કરી છે,અલ્કેશ યાદવ અને રાજવીરસિંહ મુખ્ય આરોપી છે,તો વિસ્તારમાં રહેતા અન્ય અસામાજિક તત્વો પણ ફરાર થઈ ગયા છે.અમરાઈવાડી અને ખોખરામાં આરોપીઓના ઘર પર એએમસીએ હથોડો માર્યો છે,પોલીસ અને

લુખ્ખાગીરીની રાહે તમામ આવ્યા રસ્તા પર

એક બાદ એક આરોપીઓના ઘર તો ભોંય ભેગા થયા છે ત્યારે આરોપીઓની પણ મજબૂત જાહેર રોડ પર સર્વિસ કરવામાં આવી છે.પોલીસના બંદોબસ્ત સાથે એક બાદ એક આરોપીઓને તેમના ઘર સામે જ મારવામાં આવી રહ્યાં છે,આરોપીઓ તમે પણ સુધરી જાવ આ ગુજરાત છે,જો કોઈ આરોપી ભવિષ્યમાં પણ આવી ભૂલ કરશે તો પોલીસ તેનો મજબૂતાઈથી જવાબ આપશે માટે વિસ્તારમાં શાંતિ રાખો તમે પણ જીવો અને અન્યને પણ જીવવા દો,નહીતર તમારૂ જીવવાનું પોલીસ હરામ કરી નાંખશે.


  • Follow us on: