• સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાની નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાઈ

  • પ્રાચીન રાસ ગરબામાં વઢવાણની કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ પ્રથમ સ્થાને રહી
  • વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા

સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાની રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરાયુ હતુ. જેમાં મોટીસંખ્યામાં ગ્રુપોએ ભાગ લીધો હતો. જેમાં રાસ સ્પર્ધામાં ગોવાળીયો રાસ ગ્રુપ, પ્રાચીન ગરબામાં કે.પી.ગર્લ્સ સ્કુલ અને અર્વાચીન ગરબામાં આર.પી.પી.હાઈસ્કુલની બાળાઓ વિજેતા બની હતી.

કમીશ્નર યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃતીઓ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરાયુ હતુ. જેમાં મોટી સંખ્યામાં શાળાઓ, સંસ્થાઓ, કલાવૃંદોએ ભાગ લીધ હતો. આ સ્પર્ધામાં પાલીકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, જિલ્લા યુવા વિકાસ અધીકારી ભરતસિંહ ગોહીલ, મમતાબેન પંડીત, જયરાજસિંહ જાદવ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. જયારે જિલ્લા બહારના નીર્ણાયકોએ સેવા આપી હતી. આ સ્પર્ધામાં પ્રાચીન રાસ ગરબામાં વઢવાણની કે.પી.ગર્લ્સ હાઈસ્કુલ પ્રથમ સ્થાને રહી હતી. જયારે અર્વાચીન ગરબામાં આર.પી.પી.ગર્લ્સ હાઈસ્કુલની બાળાઓ વિજેતા બની હતી અને રાસ સ્પર્ધામાં સુરેન્દ્રનગર ગોવાળીયો રાસ ગ્રુપ પ્રથમ નંબરે રહ્યા હતા. વિજેતાઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લાકક્ષાના વિજેતાઓ આગામી સમયમાં રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ઝાલાવાડને ગૌરવ અપાવશે.


  • Follow us on: