ગાંધીનગરમાં હડતાળ પર ઉતરેલા આંદોલનકારીઓએ વિરુદ્ધ રાજ્ય સરકારે સખત વલણ અપનાવ્યું છે. ગાંધીનગર વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાં જ તમામ આંદોલનકારીઓની અટકાયત કરવાની શરૂઆત કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણી આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગોને લઈને 10 દિવસથી વધુ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે રાજધાનીમાં આરોગ્ય કર્મીઓ ઉપરાંત વ્યાયામ શિક્ષકો પણ કાયમી કરવાની માગને લઈને અનોખો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર પણ આંદોલનકારીઓની મનમાની ના ચલાવતા હડતાળ પર લગામ કસવાના પ્રયાસો શરૂ કર્યા છે.


[[$googlead]]

આરોગ્ય કર્મચારીઓની અટકાયત

ગાંધીનગરમાં આજે આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત છે. આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પ્લેકાર્ડ લઈને ધરણા પર બેઠા છે. આજે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થતા જ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસ વિરોધ કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓને ડિટેઈન કરી રહી છે. આરોગ્ય કર્મચારીઓને ટીંગા ટોળી કરી અને જબરજસ્તથીથી પોલીસ વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે રાજ્યભરના આરોગ્ય કર્મીઓ ગ્રેડ પે સુધારણા અને ટેક્નિકલ કેડરમાં સમાવવાની માગ તેમજ ખાતાકીય પરીક્ષામાંથી પણ મુક્તી આપવાની માગને લઈને સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું હતું. આજે આરોગ્ય કર્મચારીઓના આંદોલનને 10 દિવસથી વધુ સમય થવા છતાં પણ સરકાર તેમની માગ પૂર્ણ કરવાના બદલે અનેક આરોગ્ય કર્મીઓને છૂટા કરવા તેમજ સસ્પેન્શનના આદેશ આપ્યા છે.

[[$alsoread]]

વ્યાયામ શિક્ષકોનો અનોખ વિરોધ

રાજધાની ગાંધીનગર અત્યારે હડતાળનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આરોગ્ય કર્મચારીઓની ઉપરાંત વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત્ છે. વ્યાયામ શિક્ષકો છેલ્લા 13 દિવસથી ધરણા પર બેઠા છે. આજે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો. વ્યાયામ શિક્ષકોએ આજે પોતાની માગને લઈને યોગ-આસાનો થકી ભરતી કરવા અપીલ કરી. આંદોલન કરી રહેલા એક શિક્ષકે જણાવ્યું કે સરકારે લાંબા સમયથી શિક્ષકોની ભરતી નથી કરી.

આંદોલનકારીઓ સામે સરકારનું સખત વલણ

સરકારનું માનવું છે કે વ્યાયામ શિક્ષકોને 20 હજાર પગાર આપીએ તે પૂરતું છે. જો ઉપરછલ્લી ભરતી કરવી હોય તો વ્યાયામ શિક્ષકો માટે ડિગ્રીની જરૂરિયાત જ નથી. ઘણા સમયથી સરકારે કાયમી ધોરણે વ્યાયામ શિક્ષકોની ભરતી નથી કરી એટલે અમારી માગ છે કે સરકાર રાજ્યની શાળામાં અન્ય શિક્ષકોની ભરતી કરે છે તે પદ્ધતિ પ્રમાણે વ્યાયામ શિક્ષકોની પણ કાયમી ભરતી કરે. ગાંધીનગરમાં આંદોલન કરનારા આરોગ્ય કર્મચારીઓ અને વ્યાયામ શિક્ષકો પોતાની માગ પર મક્કમ છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર અમારી માગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી હડતાળ બંધ નહીં કરીએ. આંદોલન કરનારાઓ પર સરકાર પણ લગામ કસવા જઈ રહી છે અને તમામ આંદોલનકારીઓને ડિટેઈન કરવાના આદેશ આપ્યા છે.

  • Follow us on: