રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના દરિયાઈ સીમા વિસ્તારમાં નૌકાદળ મુખ્યાલય ગુજરાત, દીવ અને દમણ, પોરબંદર (HQGD&D)ની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ રિયર એડમિરલ સતીશ વાસુદેવ, એન.એમ., ફ્લેગ ઓફિસર, ગુજરાત નેવલ એરિયાની સાથે ચર્ચા કરી હતી.


રાજ્યપાલે ગાર્ડ નિરીક્ષણ કર્યું

આ અવસરે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આ મુલાકાત ભારતીય નૌકાદળની ભૂમિકા, તેની કાર્યપ્રણાલી અને રાષ્ટ્રીય સુરક્ષામાં તેના યોગદાનને સમજવાનો મહત્વપૂર્ણ અવસર સાબિત થયો છે.આઈ.એન.એસ. સરદાર પટેલ પર રાજ્યપાલે ગાર્ડ નિરીક્ષણ કર્યું અને સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ નૌકાદળ અને સુરક્ષા કર્મીઓના ત્યાગ પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

નૌકાદળના સુરક્ષાકર્મીઓ રહ્યાં હાજર

રાજ્યપાલે નૌકાદળનું સંચાલન અને સમુદ્રની સુરક્ષામાં તેમની ભૂમિકા સમજવા આઇ.એન.એસ. બેતવા પર પ્રવાસ કર્યો હતો. રિયર એડમિરલ સતીશ વાસુદેવ તેમની સાથે જોડાયા હતા.આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના એન.સી.સી. કેડેટ્સ, ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સના જવાનો અને રક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલા નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મુલાકાતે નૌકાદળ અને સુરક્ષા કર્મીઓની મહત્ત્વની ભૂમિકા અને તેમના કાર્યની ઝાંખી પુરી પાડી હતી.

  • Follow us on: