• હાઈકોર્ટમાં બીજી માર્ચના જવાબ અને 21મી માર્ચના સરકારના જવાબમાં ભારે તફાવત

  • કોમી રમખાણોમાં પોલીસની ભૂમિકા અંગે સુઓ મોટો PILની સુનાવણીમાં સરકારે જવાબ આપ્યો
  • રાજય સરકારને હુકમ કરી કેસની વધુ સુનાવણી આગામી મહિનામાં રાખી હતી

કોમી તોફનો દરમ્યાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓ મોટો પીઆઇએલમાં રાજય સરકાર દ્વારા પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ પૈકી 12 હજાર જગ્યાઓ ભરવા સહિતના મુદ્દે રજૂ કરાયેલા સોગંદનામાંને લઇ ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટિસની ખંડપીઠે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી. એટલું જ નહી, સરકારના સોંગદનામાંમાં સંબંધિત રૂલ્સ સહિતની બાબતમાં કોઇપણ પ્રકારની સ્પષ્ટતા નહી હોવાથી ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સરકારના સત્તાવાળાઓની ભારે ઝાટકણી કાઢી એક તબક્કે સરકારના સોગદનામાંને સ્વીકારવાનો જ સાફ્ ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે આ સમગ્ર મામલે નવેસરથી સોગંદનામું રજૂ કરવા રાજય સરકારને હુકમ કરી કેસની વધુ સુનાવણી આગામી મહિનામાં રાખી હતી.

સરકારી વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે પોલીસ વિભાગમાં વિવિધ કેડરમાં લગભગ 12,000 જગ્યાઓ હાલમાં ખાલી છે. જો કે, ચીફ જસ્ટીસની ખંડપીઠે કહ્યુ કે, તા.2 માર્ચના રોજ દાખલ કરાયેલ રાજ્ય સરકારની એફ્ડિેવિટમાં વિગતોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં નિયમિત પોલીસમાં નિરીક્ષકો અને સબ ઇન્સ્પેક્ટર અને આવા કર્મચારીઓની લગભગ 23,000 જગ્યાઓ અને લગભગ 4,000 તકનીકી જગ્યાઓ ખાલી છે. તમારી એફ્ડિેવિટ મુજબ, તમારી પાસે આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફ્સિર નથી. તમારી પાસે ટેકનિશિયન ઓપરેટર્સ નથી. તમે ફેર્સ કેવી રીતે ચલાવશો? ભરતીની વર્તમાન સ્થિતિ શું છે?

કોમી તોફનો વખતે જાહેર મિલ્કતોને નુકસાન થતુ અટકાવવા, રેલી, સભા સરઘસ દરમ્યાન પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી, પોલીસને તાલીમ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમકોર્ટે દેશના તમામ રાજયોને 2019માં જારી કરેલા નિર્દેશોને પગલે ગુજરાત હાઇકોર્ટે પણ આ મામલે સુઓમોટો પીઆઇએલ દાખલ કરી હતી., જેની સુનાવણીમાં સરકારે અગાઉ હાઇકોર્ટ સમક્ષ સોગંદનામાં પર હાઇકોર્ટને હૈયાધારણ આપી હતી કે, પોલીસ તંત્રમાં એસઆરપી, ટેકનીકલ, સ્ટેટ આઇબી સહિતની કુલ 29 હજાર જેટલી ખાલી જગ્યાઓ પૈકી 12 હજાર જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સરકાર દ્વારા હાથ ધરાઇ છે પરંતુ એ પછી પણ કોઇ નક્કર પ્રગતિ થઇ ન હતી. દરમ્યાન હવે સરકાર દ્વારા ફરી સોગંદનામું રજૂ કરી એવી વાત કરાઇ હતી કે, સરકારે આ 12 હજાર જગ્યાઓની ભરતી કરવા માટે નવુ રિકરુટમેન્ટ બોર્ડ બનાવ્યું છે અને તે માટે નવા રૂલ્સ પણ બનાવ્યા છે. સરકારે આ ભરતી માટે જાહેરાત પણ આપી દીધી છે. જો કે, હાઇકોર્ટે સરકારપક્ષના સોગંદનામાં પરત્વે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને વેધક પૃચ્છા કરતાં જણાવ્યું હતું કે, તમે રૂલ્સ બનાવ્યા છે, તો રૂલ્સ તો જોડયા નથી. વળી, તમે ટેકનીકલ સ્ટાફ્ની ભરતી કેમ નથી કરતા? કારણ કે, તે જગ્યાઓ પણ ઘણી ખાલી છે તે બાબતની કોઇ સ્પષ્ટતા નથી. હાઇકોર્ટની પૃચ્છાઓનો સરકાર પાસે સંતોષજનક જવાબ ન હતો.

દરમ્યાન કોર્ટ સહાયક હેમાંગ શાહ તરફ્થી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, દેશના આઠ રાજયોમાં કોમી તોફનો વખતે જાહેર મિલ્કતને નુકસાનને અટકાવવા સહિત પોલીસ તંત્રને દિશા નિર્દેશને લઇ તેના અલગ કાયદા છે અને તેની અમલવારી થઇ રહી છે, જે ગુજરાતમાં આવા કોઇ કાયદાનો અભાવ વર્તાય છે. ગુજરાતમાં સેન્ટ્રલ એકટની જોગવાઇઓ હેઠળ અનુસરણ થઇ રહ્યું છે. કોર્ટ સહાયકે પોલીસ ભરતીમા પરિણામલક્ષી કામગીરી થવી ખૂબ જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. પક્ષકારોને સાંભળ્યા બાદ સરકારના સોંગદનામાંથી નારાજ હાઇકોર્ટે સરકારનું એફ્ડિેવીટ સ્વીકારવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો અને તેમને નવેસરથી વિગતવાર સોગંદનામું બે સપ્તાહમાં રજૂ કરવા હુકમ કર્યો હતો.


  • Follow us on: