• ત્રણ રીક્ષાને આગચંપી કરવામાં આવી
  • જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ
  • ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડોદરા પાદરા રોડ પરના સમીયાલા ગામમાં મોડી રાત્રે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ વચ્ચે આજે બંને કોમના 25 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

બનાવની વિગતો એવી છે કે, હિન્દુ સમાજનો વરઘોડો મસ્જિદથી પસાર થતાં ફટાકડા ન ફોડવા કહેવાયુ હતું. તે બાદ બંને જૂથોમાં આમને સામને આવતા પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં બંને તરફ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બે વ્યક્તિને ઈજા થતાં એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

જુથ અથડામણમાં ત્રણ રીક્ષાને આગચંપી કરવામાં આવી હતી જ્યારે અનેક વાહનોની તોડફો પણ કરાઈ હતી. તકરારમાં બંને જૂથે સામસામે પથ્થરમારો કર્યો હતો. તાલુકા પોલીસે સામિયાલા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને હાલ ગામાં શાંતિપૂર્ણ માહોલ છે.


  • Follow us on: