• 6 ટકા ટેકસ બચાવવા હોટેલમાલિકોનો ખેલ

  • હિસાબી દસ્તાવેજોમાં લાખોના ગોટાળા
  • બિલો અને ડિજીટલ ડેટા જપ્ત

સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં 38 પ્રીમિયમ હોટલો પર ગુરુવારે દરોડાની કામગીરી કરી હતી જે આજરોજ બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. તપાસ દરમ્યાન 6 ટકા ટેકસ બચાવવા ઓછો ટેકસ ભરાયો હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવ્યુ છે. કેટલાક હિસાબી ગોટાળા મળ્યા છે જેનુ વેરિફિકેશન ચાલી રહ્યુ છે. તપાસની કામગીર સતત ચાર દિવસ સુધી ચાલુ રાખવામા આવ્યા બાદ કેટલો ટેકસ ઓછો ભરવામા આવ્યો તેની માહિતી બહાર આવશે. મેરેજ ફક્શનો, મોટી મોટી ઇવેન્ટોના આયોજન કરીને ચોપડે ઓછી આવકની સાથે સાથે એક દિવસના રૂમનુ ભાડુ 7500થી ઓછુ હોય તો 12 ટકા લેખે જીએસટી ભરવાપાત્ર થતો હોય છે અને 7500થી ઉપરનુ રૂમનુ ભાડુ હોય તો 18 ટકા લેખે જીએસટી ભરવાનો થાય છે. 18 ટકા ટેકસ નહિ ભરવા માટે અન્ડર બિલિંગ કરાતું હોવાની અનેક ફરિયાદો છે. જેના આધારે તપાસ ચાલી રહી છે.ખાસ કરીને હોટલો માલિકોએ રૂમના ટેરિફ ચાર્જમાં વધારો કરીને મોટી કમાણી કરી તો લીધી પણ સામે ભરવાપાત્ર ટેકસ ભરાયો નથી. 6 ટકા ડિફરન્ટના ટેકસની વસુલાત કરાશે.


  • Follow us on: