• GST વિભાગે પોર્ટલ પર સમય કરતા વહેલા મુક્યા ફોર્મ
  • અંતિમ સમયની ભાગદોડમાંથી છુટકારો મળશે
  • રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ચાલુ વર્ષે GSTR-9 અને GSTR-Cનો ફોર્મ અત્યારથીજ પોર્ટલ પર અપલોડ કરવામાં આવતા વેપારીઓને રિટર્ન ફાઇલ કરવા અને તેમા સુધારો કરવા માટે વધુ સમય મળશે.

GST વિભાગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ GSTના પોર્ટલ પર અત્યારથીજ ફોર્મ અપલોડ કરવામાં આવતા સીએ અને વેપારીઓને રિટર્ન ફાઇલ માટે વધુ સમય મળશે અને અંતિમ સમયની ભાગદોડમાંથી છુટકારો મળશે. GSTR-9 એ વાર્ષિક રિટર્ન છે જે બે કરોડ રુપિયાથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓએ ફાઇલ કરવુ પડે છે. જ્યારે GSTR-9સીએ રીકન્સીલેશન સ્ટેટમેન્ટ છે. પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારા વેપારીઓ માટે GSTR-9 અને GSTR-9સી બન્ને રિટર્ન ફરજીયાત છે. રીકન્સીલેશન સ્ટેટમેન્ડમાં એકાઉન્ટ બુક અને ઓડિટ રિપોર્ટની માહિતીઓ પણ હોય છે. GSTR-9 અને 9-સી રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે.

વેપારી અને સીએનું કહેવુ છે કે સમય અત્યારથી રિટર્ન ફોર્મ મુકવામાં આવતા છેલ્લી ઘડીની દોડધામ નહીં કરવી પડશે. રિટર્ન ફાઇલ કરવા માટે પર્યાપ્ત સમય મળશે. સીએ સુશીલ કાબરાએ જણાવ્યું હતું કે GSTR- અને GSTR સીનો ફોર્મ GSTના પોર્ટલ પર અત્યારથીજ અપલોડ કરવામાં આવતા રિટર્ન ફાઇલ કરવામાં સરળતા રહેશે અને પર્યાપ્ત સમય પણ મળશે. તે ઉપરાંત જો કોઇ ભુલ હશે તો તેને સુધારવાનો પણ સમય મળશે.


  • Follow us on: