ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે,અગામી ચાર દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે,વરસાદી સિસ્ટમ સક્રિય થતા અગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ વરસી શકે છે.આજે નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


[[$googlead]]

વરસાદને લઇ હવામાન વિભાગના આગાહી

હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે જેમાં અગામી 4 દિવસ રાજયના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે નવસારી, સુરત, ડાંગ, તાપીમાં યલો એલર્ટ અપાયું છે.ગીર સોમનાથમાં વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે,સાથે સાથે આજે વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આવતીકાલે અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.

[[$alsoread]]

અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે અમદાવાદ,ખેડા,વડોદરામાં ભારે પવન સાથે વરસાદી માહોલ બની શકે છે.ગુજરાત તરફ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદ વરસી શકે છે.ગુજરાતમાં 24થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળશે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને એક-બે જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે. ઓક્ટોબર મહિનામાં છૂટાછવાયા વરસાદ હશે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. તેમજ નવેમ્બરમાં પશ્વિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શકયતા છે. 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડિગ્રી ગરમી પડવાની સંભાવના છે. તેમજ ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે. 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે નવરાત્રિ દરમિયાન કેટલાલ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવના છે. તારીખ 10, 11, 12,13માં કેટલા ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતા રહેશે. શરદ પૂનમ પહેલા કેટલા ભાગોમાં વરસાદ રહેશે.

 

  • Follow us on: