- શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
- કોરોનાકાળ પૂર્ણ થતાં બે વર્ષ બાદ ઉત્સાહ બેવડાયો
- શ્રીરામજીનો જન્મોત્સવ અનેક મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાશે
રામ નવમીના પર્વેની ભવ્ય ઉજવણી થઇ રહી છે. જેમાં અમદાવાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા 31 કિલોમીટર લાંબી શોભા યાત્રા યોજી ઉજવણી કરવામાં આવી છે. તેમાં મનમોહન ચારરસ્તાથી નિકોલ સુધીની શોભાયાત્રા યોજવામાં આવી છે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
31 કિલોમીટર લાંબી શોભા યાત્રા યોજી ઉજવણી
ઉલ્લેખનિય છે કે કોરોનાકાળ પૂર્ણ થતાં બે વર્ષ બાદ ઉત્સવનો ઉત્સાહ બેવડાયો છે. આજે ચૈત્રસુદ નોમના રવિવારે શહેર-જિલ્લાના શ્રીરામજી મંદિરોમાં આરાધ્યદેવ શ્રીરામચન્દ્રજીનો જન્મોત્સવ અંતઃકરણની ઊર્મિમથી ઉજવાઇ રહ્યો છે. ભક્તો દ્વારા ભક્તિ ગીતો સાથે મર્યાદા પુરુષોત્તમની પ્રતિમા સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરાવાશે. જેમાં વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં ભગવાન શ્રીરામજીનું સૈકાઓ જુનું મંદિર ભક્તો માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે. આ પ્રમાણે કારેલીબાગ બહુચરમાતાજી મંદિર પાસે, મદનઝાંપા મેઇનરોડ તેમજ કાલાઘોડસર્કલ સામે શ્રીરામજી મંદિર સહિત શહેર-જિલ્લાના અનેક રામજી મંદિરોને સુશોભિત કરી મેઘધનુષી રોશનીથી ઝળાહળા કરાયા છે.
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા લોકો
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીનો જન્મોત્સવ બપોરે 12 કલાકે શહેર-જિલ્લાના અનેક મંદિરોમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. ગૌ-રક્ષા સેવા સમિતિના સ્વયંસેવકો રવિવારે બપોરે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી શ્રીરામજીની નયનરમ્ય પ્રતિમા સાથે શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા પ્રસ્થાન કરાવશે. શ્રીરામજીને લગતા કર્ણપ્રિય ભક્તિ ગીતો સાથે ભજન-કિર્તનની રમઝટ ભક્તિનો ભગવો લહેરાવશે. ચૈત્રસુદ નોમના પર્વે શ્રીસ્વામીનારાયણ ભગવાનનો પણ પ્રાગટયોત્સવ હોઇ વડતાલ, અટલાદરા-બાપ્સ, કારેલીબાગ, કલાલી, હરણી, હરિધામ સોખડા, સાંકરદા સહિતના તમામ સ્વામીનારાયણ મંદિરોમાં શ્રીઠાકોરજીનો પ્રાગટયોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે.
કોરોનાકાળ પૂર્ણ થતાં બે વર્ષ બાદ ઉત્સવનો ઉત્સાહ બેવડાયો
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કહેરને કારણે ઉત્સવોને વેક્યુમબ્રેક વાગી હતી. જેથી મંદિરોમાં જુજ ભક્તો, પૂંજારીઓએ પૂજા-અર્ચન-ભક્તિનો દોર જારી રાખી પરંપરા નિભાવી હતી. અલબત્ત, આ વર્ષે કોરોના ક્લિનબોલ્ડ થતા તમામ ઉત્સવો ઉજવવાનો ઉમળકો બેવડાયો હોઇ ઉત્સવ નગરીમાં ભક્તિનો માહોલ પણ બળવત્તર બન્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીના આદર્શ પ્રમાણે જીવન જીવવું જોઇએ. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણના કહ્યા પ્રમાણે જ જીવન જીવવું જોઇએ. જો, આ આદર્શોનું પાલન ન કરાય તો જીવનમાં મુસિબતોનો સામનો કરવાની નોબત સર્જાઇ શકે છે.










