ખેડૂત મહાપંચાયતની તૈયારીઓ માટે પાલ, રાજુ કરપડા અને મેરૂ ઓડેદરા સહિતના નેતાઓ ઘેડના ગામડાઓ ખુંદી વળ્યા છે. પરબત બાપોદરા, રાજુ ઓડેદરા, ભાર્ગવ જોષી, રાજવીર બાપોદરા, કાનજી ગઢવી સહિતના આપ અને કોંગ્રેસના નેતાઓએ બામણાસામાં યોજાનાર ખેડૂત મહાપંચાયત માટે જહેમત ઉઠાવી છે. કિસાન મોરચા અંતર્ગત કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતોને એકત્રિત કરી યોગેન્દ્ર યાદવ, બજરંગ પુણીયા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પાલ આંબલીયા અને રાજુ કરપડા ઘેડના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર સામે મેદાને પડ્યા છે.


[[$googlead]]


[[$alsoread]]

ઇકો સેન્સટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે: રાજુ કરપડા

એરડા, નેરાણા અને પાદરડી ગામોમાં કિસાન નેતા રાજુ કરપડાને સાંભળવા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. ખેડૂત મહાપંચાયતની તૈયારીઓ માટે પાલ રાજુ કરપડા, અને મેરૂ ઓડેદરા સહિતના નેતાઓ ઘેડના ગામડાઓ ખુંદી વળ્યા છે. પરબત બાપોદરા, રાજુ ઓડેદરા, ભાર્ગવ જોષી, રાજવીર બાપોદરા, કાનજી ગઢવી સહિતના આપ અને કોંગ્રેસના નેતાઓએ બામણાસામાં યોજાનાર ખેડૂત મહાપંચાયત માટે જહેમત ઉઠાવી છે. કિસાન મોરચા અંતર્ગત કિસાન મહાપંચાયતમાં હજારો ખેડૂતોને એકત્રિત કરી યોગેન્દ્ર યાદવ, બજરંગ પુણીયા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પાલ આંબલીયા અને રાજુ કરપડા ઘેડના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકાર સામે મેદાને પડ્યા છે.


ઘેડ વિસ્તારમાં પાંચ મહિનાથી પાણી ઓસર્યા નથી: રાજુ કરપડા

આ દરમિયાન ખેડૂત નેતા રાજુભાઈ કરપડાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી અમે પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં સમાવેશ થતા અલગ અલગ ગામડાઓની મુલાકાતો કરી રહ્યા છીએ. અમે જોયું કે 25 ઓક્ટોબરના 'ખેડૂત મહાપંચાયત'ને લઈને ખેડૂતોમાં ખૂબ જ ઉત્સુકતા છે. અમે અહીંયા એ પણ જોયું કે ઘેડ વિસ્તારમાં પાંચ મહિનાથી પાણી ઓસર્યા નથી. જેના કારણે ખેડૂતો ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે. સરકાર સમક્ષ ખેડૂત મહાપંચાયત દ્વારા અમે પોતાની માગણી રજૂ કરીશું કે, ચાલુ વર્ષે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે તેવા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખેડૂતોનું ચાલુ વર્ષની પાક ધિરાણ લોન માફ થવી જોઈએ. મારી બીજી મહત્વપૂર્ણ માગણી છે કે સરકારે ઘેડ વિસ્તારની સમસ્યાના નિવારણ માટે સરકારી ઘેડ વિકાસ નિગમ બનાવવું જોઈએ અને અલગથી બજેટ આપવું જોઈએ. અમારી ત્રીજી મહત્વપૂર્ણ માંગણી છે કે ઇકો સેન્સટીવ ઝોનથી 196 ગામડા પ્રભાવિત છે, માટે સરકારે આ યોજનાને રદ કરવી જોઈએ.

અમારી માગ છે કે ખેડૂતોની પાક ધીરાણ લોન માફ થવી જોઈએ: રાજુ કરપડા

આ મુખ્ય ત્રણ માંગણીઓ સાથે અમે છેલ્લા બે દિવસથી ઘેડ વિસ્તારમાં ફરીએ છીએ. આ તમામ વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે તેઓ તેમણે તેમને વિશ્વાસ અપાવ્યો છે. ઇકો સેન્સટીવ ઝોનની આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. અમારા અંદાજ મુજબ 15000થી વધુ ખેડૂતો મહાપંચાયતમાં હાજર રહેશે. જો સરકાર ખેડૂતોની માંગણીઓને નહીં સાંભળે તો ખેડૂત પોતાનું અસ્તિત્વ બચાવવા માટે અને પોતાના બાળકોનું ભવિષ્ય બચાવવા માટે આરપારની લડાઈ લડશે. ઘેડ વિસ્તારનો ખેડૂત, ઇકો સેન્સટીવ ઝોનની આસપાસના ગામનો ખેડૂત અને સૌરાષ્ટ્રના પાક નુકસાનને વેઠી રહેલા ખેડૂતો સાથે મળીને ખેડૂતોના દેવા માફીની વાત કરીશુ. સરકારને વિનંતી છે કે અમારી તમામ માંગણીઓ તાત્કાલિક ધોરણે સ્વીકારવામાં આવે. નહિતર આગામી દિવસમાં 25 તારીખે મહાપંચાયત બાદ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતોને એકત્રિત કરીને અમે કાર્યક્રમ કરીશું. આજે અમે પોરબંદર જિલ્લો છોડી રહ્યા છીએ અને અહીંયાથી હવે ઇકો સેન્સટીવ ઝોનના ગામડાઓમાં પ્રવેશ કરીશું. પોરબંદરમાં ખૂબ જ પ્રેમ અને સમર્થન આપનાર તમામ ખેડૂતો અને સામાન્ય નાગરિકોનો ખૂબ ખૂબ આભાર.

  • Follow us on: