રાજકોટમાં ખાદ્ય તેલોના ભાવોમાં વધઘટ થઇ રહી છે. જેમાં સીંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા સસ્તુ થયુ છે. પામોલિન તેલના ભાવમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસીયા તેલ રૂપિયા 1790થી વધી રૂપિયા 1885 થયો છે. તેમજ પામોલીનનો ડબ્બો રૂપિયા 1605થી વધી રૂપિયા 1685 થયો છે. નવરાત્રીથી દિવાળી સુધી ભાવમાં વધારો ઘટાડો થતો રહેશે.
મગફળીના મબલખ ઉત્પાદનની આશાએ ખાદ્ય તેલના ભાવોમાં વધઘટ
મગફળીના મબલખ ઉત્પાદનની આશાએ ખાદ્ય તેલના ભાવોમાં વધઘટ જોવા મળી છે. સીંગતેલ ડબ્બે 40 રૂપિયા સસ્તું થયું તો કપાસિયા અને પામોલિન તેલના ભાવમાં ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલનો ડબ્બો 2655 થી ઘટી 2,590 સુધી થયો તથા કપાસીયા તેલ 1790થી વધી 1885 થયો અને પામોલીનનો ડબ્બો 1605 થી વધી 1685 થયો છે. નવરાત્રીથી દિવાળી સુધી ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળશે. સસ્તુ સીંગતેલ ગૃહિણીઓ માટે ફાયદાકારક તો મોંઘુ કપાસીયા અને પામોલીન ફરસાણના ધંધાર્થીઓ માટે નુકસાનકારક બનશે.
સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે
સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે. તો સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવ વધ્યા છે. કપાસિયા તેલમાં એક સપ્તાહમાં આશરે 60 રૂપિયાનો વધારો થયો છે. તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 1,885નો થયો છે. પામોલીન તેલનો ડબ્બાનો ભાવ 1685 થયો છે. રાયડાના તેલમાં 50, કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે. તેલિબીયાના પાકમાં મોટું નુકસાન થવાના કારણે તેલના ભાવ વધ્યા છે.









