ગુજરાતમાં દિવસે દિવસે કોરોના વાયરસનો ફેલાવો બેકાબૂ થઈ રહ્યો છે. રાજ્યમાં રોજ દોઢસોથી પણ વધુ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે. 32 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 948 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 980 થયાં છે. આ ઉપરાંત 27 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
ભારતમાં કોરોનાના કેસ 6 હજારને પાર
દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા 6 હજારને પાર કરી ગઈ છે. દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દેશમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધીને 6,133 સુધી પહોંચી ગઈ છે, જ્યારે 6237 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મૃત્યુ થયા છે.
24 કલાકમાં મૃત્યુ પામનાર તમામ પુરુષ
આ રીતે કેરળમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. મૃત્યુ પામનારા ત્રણેય વ્યક્તિઓ 50 વર્ષથી વધુ ઉંમરના હતા. એકની ઉઁમર 51 વર્ષ, તો બીજાની ઉઁમર 64 તો ત્રીજાની 92 વર્ષ છે. જો કે તમિલનાડુમાં મરનાર વ્યક્તિની ઉંમર 42 વર્ષ છે. આ તમામ દર્દીઓ પુરુષ હતા. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે 61 લોકોના મોત નિપજ્યા છે. ફક્ત દિલ્હીમાં આ વર્ષ અત્યાર સુધીમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયા છે.