- આંતરરાષ્ટ્રીય સ્તર પર દીકરીએ સાબરકાંઠા - ગુજરાતનું ગૌરવ વધાર્યું
- ગૃહ રાજય મંત્રી દ્વારા 17 વર્ષીય શુભાંગીસિંગનું સન્માન કરાયું
- વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં હિંમતનગરની ફેઇથ સ્કૂલ ખાતે બુધવારે સ્પોર્ટ્સ ડે ઉજવાયો હતો. જેમાં સાબર સ્પોર્ટસ સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ દ્વારા બહુમાન કરાયું હતું. અગાઉ રાજય સરકારના મંત્રી દ્વારા શુભાંગી સિંગનું સન્માન કર્યું હતુ. આ દિકરી ફિફા ફૂટબોલ ટીમમાં સિલેક્ટ થઈ છે.
શુભાગી સિંગના પિતા સતીશસિંગ મૂળ યુપીના છે વર્ષોથી તાપી જિલ્લામાં સ્થાયી થયા છે અને પેપર મિલમાં કામ કરે છે. સામાન્ય પરિવારની દીકરી આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાફ ફૂટબોલ વર્લ્ડ કપની વાઈસ કેપ્ટન નિયુક્ત થઈ છે. 17 વર્ષીય શુભાગી સિંગ કહે છે કે, તેઓ 12 વર્ષની ઉંમરથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેની પસંદગી થતા હિંમતનગરના સાબર સ્પોર્ટસ સ્ટેડિયમમાં તાલીમ અર્થે આવ્યા હતા. હાલમાં તેઓ 12 કોમર્સ ઇંગ્લીશ મીડિયમમાં ફેઇથ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે સાથે ફૂટબોલની તૈયારીઓ કરી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, અંડર-17માં ખેલ મહાકુંભ, રિલાયન્સ નેશનલ, સુબ્રતો નેશનલ, હેરિટેજ નેશનલ કપ ખેલો ઇન્ડિયા, એસ.જી.એફ.આઈ. જેવી નેશનલ ગેમ્સમાં ફૂટબોલ રમતમાં સારું પ્રદર્શન કરી આગળ ઇન્ટરનેશનલ લેવલે રમતની શરૂઆત કરી હતી. રિલાયન્સ નેશનલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે .ઇન્ટરનેશનલ ફૂટબોલ ટીમમાં તેમણે સાફ ફીફા વર્લ્ડ કપ 2020માં તેમનું સિલેક્શન થયું હતુ. અને તેમણે અંડર-18 અને અંડર-20 સારું પ્રદર્શન કર્યું છે. આંતરરાષ્ટ્રીય હેરિટેજ ગેમ્સમાં શુભાંગીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.










