રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મે મહિનાના અંતમાં વાવાઝોડાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સાથે જ મે માહિનાના અંતે ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળશે.
મે મહિનાના અંતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન
ગુજરાતમાં ચક્રવાતના સંકટની અંબાલાલ પટેલની આગાહી કરી છે. મેના અંતમાં ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ રહેશે. ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગોવાની વચ્ચે ચક્રવાત સકિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતભરમાં 23 મેથી 31 મે સુધી માવઠાની આગાહી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, ચોટીલા સહિત સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે.
સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ સહિત પવન સાથે સમાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું અનુમાન છે. કચ્છમાં પવન સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. સાથે જ દરિયાઇ કાંઠે પવનની ગતિ 100 કિમિ પ્રતિકલાકની ઝડપની રહેવાની શકયતા છે.









