• 18 મે ના રોજ ATSના DYSPહર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી
  • આંતકીઓ શ્રીલંકાના રહેવાસી અને ISIS સાથે જોડાયેલા છે
  • આ ચારેય આરોપીઓ ISIS સાથે હાલમાં સક્રિય છે

ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદી ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકન નાગરીકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની માહિતી સેન્ટ્રલ એજન્સી પાસે હતી.ઇનપુટ બાદ આ ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવાની પ્રક્રિયા ATSએ હાથધરી છે.

આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા

[[$googlead]]

પાકિસ્તાનના અબુના કહેવાથી આરોપીઓ સ્યુસાઇડ બોમ્બર બનાવ તૈયાર થયા હતા. મોબાઈલમાં અલગ અલગ વીડિયો મળ્યા જે સક્રિય સભ્ય બની ગયા હતા. પાકિસ્તાનથી 4 લાખ શ્રીલંકન રૂપિયા ટ્રાન્ફર કરવામાં આવ્યા હતા. નાના ચિલોડા પાસેના ફોટા મળ્યા હતા. ત્યાં ફોટોમાં હથિયાર રાખ્યા હતા. તે હથિયાર ત્યાં જઈને ફોટો મુજબ મળી આવ્યા હતા.રથયાત્રા પહેલા તમામને ઝડપવામાં આવ્યા.

[[$alsoread]]

પાકિસ્તાની વિઝા મળી આવ્યા મોહમ્મદ નુસરથ પાસેથી

ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 7-7 રાઉન્ડ તથા એક પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝિનમાં 6 રાઉન્ડ એમ કુલ 20 રાઉન્ડ રીકવર કરવામાં આવ્યા છે. જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ 3 પિસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવી હોવાનું જાણવા મળ્યું છે. સર્ચ દરમિયાન મળી આવેલો બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)નો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મોહમ્મદ નુસરથ પાકિસ્તાનના વેલીડ વિઝા પણ ધરાવે છે.

2019માં ચારેયને પ્રતિબંધિત જાહેર કરાયા હતા

ચારેય શખસોના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા પુરાવા તથા હથિયારો બાબતે પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ શ્રીલંકન રેડીકલ મિલિટન્ટ આઉટફીટ નેશનલ તૌહીથ જમાત (NTJ)ના સભ્યો હતા. જેને શ્રીલંકન સરકાર દ્વારા ઇસ્ટર બોમ્બિંગ બાદ એપ્રિલ, 2019માં પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.

હેન્ડલર અબુ પાકિસ્તાની છે

ટ્રાન્સલેટર મારફતે ચારેયની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે. તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવ્યું હતું કે, તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવ્યા છે તે જગ્યાના ફોટા તથા તેનું લોકેશન પ્રોટોન ડ્રાઈવ તથા પ્રોટોન મેઈલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઈ હથિયારો મેળવી લેવા અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામાં આવશે.

DYSPની બાતમી સફળ રહી

18 મેના રોજ ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને બાતમી મળી હતી. ફારીસ, રઝદી અને બીજા બે મૂળ શ્રીલંકાના છે. ચારે ISISના આઇડીઓલોજી વાળા બની ગયા છે. તેઓ 18 મીએ અથવા 19મી અમદાવાદ આવવાના છે અને કોઈ આતંકી કૃત્ય ભારતમાં કરવાના છે જે બાતમી મળી હતી.


દક્ષિણ તરફથી આવતી ટ્રેનોમાં ચેકિંગ કરાયું

આ બાતમી મળ્યા બાદ તેમને ઝડપી પાડવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જેમાં દક્ષિણ તરફથી આવતી તમામ રેલવે અને પ્લેનની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તમામ ફ્લાઈટ અને રેલવેના મુસાફરોનું લિસ્ટ એનાલિસિસ કરવામાં આવ્યું હતું.એક જ PNRમાં ચેન્નાઈથી અમદાવાદની ફ્લાઈટને લિસ્ટમાં નામ મળી આવ્યા હતા. અન્ય એજન્સીની મદદ લઈ કોલબોથી વેરિફિકેશન કરવામાં આવ્યું હતું.

ATSની ટીમ વોચમાં હતી

અમદાવાદ એરપોર્ટ પર ATSની ટીમ બનાવી વોચ રાખવામાં આવી હતી. આ ચારેય આતંકીઓ 19મીએ સવારે ચેન્નાઈ પહોંચ્યા અને સાંજે 8 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ બહાર આવ્યા ત્યારે ATSની ટીમે ડિટેઇન કર્યા હતા.શ્રીલંકાના હોવાથી અન્ય એજન્સીની મદદથી કોલંબોથી ચેન્નાઈ અને અમદાવાદ આવ્યા.ઈન્ડીગો 8486 નંબરની ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા.

આરોપીઓ તમિલ ભાષાજ સમજે છે

આ આતંકીઓ હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ્યા હતા. તેઓ ચેન્નઈ એરપોર્ટથી ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. બે અઠવાડીયા પહેલા જ ગુજરાત ATSને આતંકીઓ આવવા હોવા અંગે બાતમી મળી હતી. જેને પગલે ATSએ રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી. પકડાયેલા આતંકીઓ પ્રોટોન મેલનો ઉપયોગ કરતા હતા. આતંકીઓ તમિલ ભાષા બોલતા હોવાથી તેમના મનસૂબા જાણવા દુભાષીયાની મદદ લેવામાં આવી છે.

શું મળ્યું આંતકીઓ પાસેથી

આંતકીઓ પાસેથી બે મોબાઈલ,4 પાસપોર્ટ,ભારત અને શ્રીલંકાનુ નાણું મળી આવ્યું છે.મોબઈલમાંથી ISISનો ઝંડો મળી આવ્યો છે.ફેબ્રુઆરી 2024માં અબુ કે જે મૂળ શ્રીલંકાનો અને અત્યારે પાકિસ્તાનમાં છે અને તેના સંપર્કમાં આવ્યા છે,આ ચારેય લોકો ઓનલાઈન અને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા હતા.ભારતમાં આતંકી કૃત્ય કરવા અબુએ પ્રોત્સાહન આપ્યુ હતુ.

કઈ રીતે એક બીજાનો સંપર્ક કરતા

અબુએ 4 લાખ રૂપિયા પણ આપ્યા.બે ફોન મળ્યા છે જેમા ફોટા અને વિડીયો છે જે સાબિતી મળે છે કે ISISના સક્રિય સભ્યો થયા હતા,ગેલેરીમાં ફોટા અને લોકેશન મળ્યા હતા અને નાના ચિલોડાનુ લોકેશન હતુ.3 પિસ્ટલ પર સ્ટાર બન્યુ છે.પાકિસ્તાનની બનાવટ હોવાની નિશાની છે.20 કારતુસ મળી આવી.આતંકી કૃત્ય કર્યા બાદ isisનો ઝંડો મુકવા કહ્યુ હતુ.Atsમા ipc UAPA અને આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.પ્રોટોન મેઈલ થઈ સંપર્ક કરતા હતા.

ઈસ્લામિક સ્ટેટ શું છે?

2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે 2006માં અમેરિકાના હુમલા દરમિયાન ઝરકાવી માર્યો ગયો. એ બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શૂરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. એના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો.


  • Follow us on: