બીપીએલ કાર્ડ ધારકો માટે આવી શકે છે સારા સમાચાર જેમા રૂ. 500માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારની વિચારણા છે,વિધાનસભા ગૃહમાં મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું હતુ તો કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કરી હતી માંગ,ભારતમાં ભાજપ શાસિત રાજ્યોમાં રૂ. 500માં સિલિન્ડર મળે છે તો ગુજરાતમાં પણ રૂ.500માં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેવી ચર્ચા ગૃહમાં કરવામાં આવી હતી.
બીપીએલ કાર્ડ ધારકોને ૫૦૦ રૂપિયા માં ગેસ સિલિન્ડર આપવા વિચારણા
બીપીએલ લાભાર્થીઓને રૂપિયા ૫૦૦માં ગેસ સિલિન્ડર આપવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કરી હતી માંગ અને તે માંગને લઈ સરકારના મંત્રીએ ગૃહમાં જવાબ રજૂ કર્યો છે,વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું ગુજરાતમાં ભાજપ સરકાર ૩૦ વર્ષથી શાસન કરી રહી છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપી રહી છે તો ગુજરાતમાં પણ ૫૦૦ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે,વિધાનસભા માં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન નિવેદન સામે આવ્યું.









