• કોંગ્રેસનાં કદાવર નેતા પરેશ ધાનાણીની હાર 
  • અમરેલી બેઠક પર ભાજપનાં કૌશિક વેકરીયાની જીત 
  • અમરેલીની 5 બેઠકમાંથી 2 બેઠકનું પરિણામ થયું જાહેર



આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ બેલેટ બોક્સ અને ઈવીએમ મશીનથી ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. અમરેલી જિલ્લાની અમરેલી બેઠકની વાત કરીએ તો ભાજપના ઉમેદવારે અન્યને હરાવ્યા છે. છેલ્લી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કદાવર નેતા પરેશ ધાનાણીએ ભાજપના બાવકુભાઈ ઊંધાડને 12,029 મતોથી હરાવ્યા હતાં.કોંગ્રેસનાં કદાવર નેતા પરેશ ધાનાણીની 46,416 મતથી હાર થઇ છે. 

સૌરાષ્ટ્રની અમરેલી જિલ્લાની અમરેલી બેઠક ચૂંટણી પંચ દ્વારા ક્રમાંકની દ્રષ્ટિએ 95માં નંબરની બેઠક છે. અમરેલી બેઠક સામાન્ય બેઠક છે. અમરેલી બેઠકનો સમાવેશ અમરેલી લોકસભા બેઠકમાં કરવામાં આવ્યો છે. અમરેલી બેઠકમાં અમરેલી શહેર સહિત સમસ્ત અમરેલી તાલુકો તેમજ દેવલકી ગામ છોડીને સંપૂસં કુંકાવાવ વડીયા તાલુકાનો સમાવેશ થાય છે. અમરેલી બેઠકમાં કુલ 2,83,258 મતદારો છે.

અમરેલી બેઠક 1962ની પહેલી વિધાનસભા ચૂંટણી વખતથી જ અસ્તિત્વમાં આવી હતી. અમરેલીમાં અત્યાર સુધીમાં થયેલી 1962 અને 1991ની બે પેટા ચૂંટણીઓ સહિત કુલ 15 ચૂંટણીઓમાં ભાજપ સૌથી વધુ 6 વાર, કોંગ્રેસ 5 વાર અને PSP તેમજ અપક્ષ એક-એક વાર વિજય મેળવી ચૂક્યા છે. અમરેલી બેઠક ગુજરાતના પહેલા મુખ્યમંત્રી આપવાનું ગૌરવ ધરાવે છે.

  • Follow us on: