• નાંદોદ વિધાનસભા બેઠક પર દર્શના દેશમુખ ભાજપના ઉમેદવાર
  • દર્શના દેશમુખનું નામ જાહેર થતાં હર્ષદ વસાવાએ કર્યો હતો બળવો
  • હર્ષદ વસાવાએ રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં, નાંદોદ વિધાનસભા બેઠક પર ખાસ્સી ગરમાગરમી જોવા મળી હતી. જોકે આખરે ભાજપના ઉમેદવાર ડૉ. દર્શન બેન વસાવાની જીત થઈ છે. તેમણે 70543 મત મેળવ્યા છે તો બીજી બાજુ કોંગ્રેસના હરેશ વસાવાને 42341 મત મળ્યા છે. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવાને 24463 મત મળ્યા હતા. તો, અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાને 35362 મત મળ્યા હતા. 

નાંદોદ વિધાનસભા બેઠક-148 ની વાત કરીએ તો આ બેઠક પર ભાજપે દર્શનાબેન દેશમુખને ટિકીટ આપી હતી. તો તેમની સામે કોંગ્રેસે હરેશ વસાવાને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ પ્રફુલ વસાવા પર દાવ ખેલ્યો હતો. તો, નાંદોદ બેઠક પર BTP તરફથી મહેશ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. તો, ભાજપ સાથે છેડો ફાડનાર હર્ષદ વસાવાએ ચોથો મોરચો ખોલ્યો છે.

પ્રથમ તબક્કામાં થયું હતું 82.71 % મતદાન

તો, નાંદોદ વિધાનસભા બેઠક માટે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં, 119480 પુરુષ મતદારો અને 115574 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. એમ કુલ 235056 મતદારોએ મતદાન કર્યું હતું. આ બેઠક પર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 82.71 % મતદાન નોંધાયું હતું.

આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ બળવો પોકાર્યો હતો

મહત્વનું છે કે, ભાજપ દ્વારા દર્શનાબેન દેશમુખને ઉમેદવાર જાહેર કરતાં પાર્ટીના આગેવાન અને આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ બળવો પોકાર્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ નાંદોદ બેઠક પરથી ટિકિટ માગી હતી પણ તેમના બદલે ડૉ. દર્શના દેશમુખને ટિકિટ આપી દેવામાં આવી હતી. ગત વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રેમસિંહ વસાવાએ ભાજપના શબ્દશરણ તડવીને 81849 મત મેળવીને 6329ના માર્જિન સાથે હરાવીને જીત મેળવી હતી.


  • Follow us on: