સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલનો મુદ્દો ગુંજ્યો ગૃહમાં જેમાં ધારાસભ્યે કહ્યું,સંદેશ ન્યૂઝના પત્રકાર કૂવો શોધી લાવે છે અને આપણે કહીએ કે આવો કૂવો નથી,તો માફિયા સામે કોઇ બોલી શકતું નથી,મુળીમાં ગેસ ગળતરના કારણે મોત થયા છે બીજી તરફ ખાણ માફિયાઓના ત્યાં રેડની જાણ પહેલાં થઈ જાય તે યોગ્ય નથી,આવા તત્વો સામે ગુજસીકોટ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે,સરકારનો ફરિયાદો સંદર્ભે વિસ્તૃત જવાબ રજૂ કરાયો છે જેમાં ગેરકાયદે માઈનિંગ ચાલતું હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે.
ગેરકાયદે ખાણને લઈ સરકારનો જવાબ
તો બીજી તરફ સરકારે ગૃહમાં ગેરકાયદે ખાણને લઈ જવાબ રજૂ કર્યો છે અને કહ્યું કે,હજારો ગેરકાયદે ખનન થાય છે તો ગુજસીટોક હેઠળ સરકાર કાર્યવાહી કરશે તો ઘણા લોકોએ કૂવા કરી કોલસા કાઢવાની કોશિશ કરી છે જેને લઈ સરકારે સ્પેશિયલ ટીમ બનાવી હતી અને ડ્રોનથી તપાસ કરવામાં આવે છે જેમા 2200 કૂવા વિભાગે પુરાવ્યા છે અને 2200 કૂવા સરકારે ખાસ બજેટ રાખીને પૂર્યાં છે.
સુરત જિલ્લામાં દબાણો આંકડા આવ્યાં સામે
સુરત જિલ્લામાંગૌચરની જમીનમા ૧૭ હેક્ટર વિસ્તારમાં ૭૨૮ દબાણો થયા હોવાની વાત સામે આવી છે,જેમાં બે વર્ષમા પાંચ હેક્ટર જમીનના જ દબાણો હટ્યા છે ૨૧૧ દબાણો હજું યથાવત છે,અમિત ચાવડાના સવાલમાં સરકારનો જવાબ.
વિધાનસભા ગૃહમાં હિટ એન્ડ રનના ચોંકાવનારા આંકડા આવ્યા સામે
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં હિટ એન્ડ રનના આંકડા સામે આવ્યા છે જેમાં અમદાવાદ શહેરમાં 2 વર્ષમાં હિટ એન્ડ રનના 344 કેસ અને અમદાવાદ ગ્રામ્યમાં 2 વર્ષમાં હિટ એન્ડ રનના 395 કેસ નોંધાયા છે,હિટ એન્ડ રનમાં અમદાવાદમાં 117, ગ્રામ્યમાં 228ના મોત થયા છે,ગૃહમાં ધારાસભ્યના પ્રશ્નમાં સરકારે આપ્યો જવાબ
ગ્રામ પંચાયત ધારામાં બાંધકામ મંજૂરી માટે ફાયર સેફ્ટીની જોગવાઈ પર મહત્વના સમાચાર
ગ્રામ પંચાયત વિસ્તારોમાં મકાનોના બાંધકામ માટે ફાયર સેફ્ટી ફરજિયાત બનાવાશે જેમા મકાનોના બાંધકામ પર નિયંત્રણ અંગે ના બની રહેલા નિયમોમાં ગ્રામ્ય વિસ્તારમાં ફાયર સેફ્ટીને આવરી લેવાશે તો સીજીડીસીઆર ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈઓને આવરી લેવાશે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં ફાયર સેફ્ટીની જોગવાઈઓ હાલ પ્રગતિ હેઠળ છે.વિધાનસભા માં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાઈ વિગતો.









