• પાકિસ્તાનથી આવતી બોટમાં ઝડપાયું ડ્રગ્સ
  • કરાંચીથી આવતી બોટનું નામ અલહજ હતું
  • કુલ 9 આરોપીઓની કરાઈ ધરપકડ

 ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના મેગા ઓપરેશનમાં 280 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પાકિસ્તાનથી આવતી બોટમાં ડ્રગ્સ ઝડપાયું છે. તેમાં કચ્છ પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. તેમજ કરાંચીથી આવતી આ બોટનું નામ અલહજ હતું. તેમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ છે. જેમાં બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી.

280 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું
કચ્છ જખૌ દરિયાઈ સીમામાંથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પુછપરછ થઈ રહી છે. આ બોટનું નામ કરાચીથી અલહજ નામની બોટ હતી. મળતી માહિતી મુજબ 280 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.



આ મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી
જ્યારે તપાસ દરમિયાન જહાજમાંથી કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત 280 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. આંતરરાષ્ટ્રીય જળ સીમા પરથી વારંવાર ડ્રગ્સ ઝટપાયાના સમાચાર સામે આવતા રહ્યા છે. ત્યારે ફરી એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. ત્યારે આ મામલે ગુજરાત ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

બોટમાં હેરોઇન હોવાની માહિતી મળી હતી

ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હિરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન જખૌનીના દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

  • Follow us on: