• કચ્છના ડ્રગ કેસમાં ફરીથી કરી ધરપકડ
  • 15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી લેવાશે રિમાન્ડ
  • ડ્રગ કેસમાં વધુ કનેક્શન આવવાનીૂ શકયતા

અમદાવાદમાં ગુજરાત એટીએસના એક કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુશ્કેલી વધી શકે છે. કચ્છના કરોડો રૂપિયાના ડ્રગ કેસમાં ફરી ગેંગસ્ટર લોરેન્સ બિસનોઈની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં 15 દિવસના રિમાન્ડ બાકી હોવાથી ફરી તેને રિમાન્ડ પર લેવામાં આવશે. જેને લઈને હવે ડ્રગ કેસમાં વધુ કનેક્શન બહાર આવી શકે છે.

હાલમાં જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડનો મુખ્ય ષડયંત્રકાર લોરેન્સ બિશ્નોઇ ગુજરાત એટીએસની કસ્ટડીમાં છે. 200 કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે લોરેન્સ બિશ્નોઇની એટીએસની ટીમે ટ્રાન્સફર વોરન્ટના આધારે અગાઉ ધરપકડ કરાઈ હતી. તાજેતરમાં ગુજરાત ATSસે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા.

આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી. રાજ્યોમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના સપ્લાયમાં મહત્ત્વનો ભાગ ભજવતા તેમજ આતંક ફેલાવતા લોરેન્સ બિશ્નોઇનું પાકિસ્તાન કનેક્શન ખૂલ્યું હતુ. પાકિસ્તાનથી 200 કરોડનું ડ્રગ્સ મગાવવાનો તેના પર આરોપ છે.


  • Follow us on: