• એક મહિલા સહિત 6ની અટકાયત કરી છે
  • કેન્દ્રીય એજન્સીના ઈનપુટના આધારે તપાસ કરી
  • તમામ ISKP સાથે જોડાયેલા હોવાના ઈનપુટ મળ્યા: સૂત્ર

ગુજરાત ATSએ ગોધરામાંથી 6 શખ્સોની અટકાયત કરી છે. જેમાં એક મહિલા સહિત 6ની અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીના ઈનપુટના આધારે તપાસ કરવા અટકાયત થઇ છે. તમામ ISKP સાથે જોડાયેલા હોવાના ઈનપુટ મળ્યા છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અલગ - અલગ જગ્યાએથી શંકાસ્પદોને ATS કચેરી લાવ્યા

[[$googlead]]

અલગ - અલગ જગ્યાએથી શંકાસ્પદોને ATS કચેરી લાવ્યા છે. NIAની ચાર્જશીટ બાદ મળેલા ઈનપુટના આધારે કાર્યવાહી થઇ રહી છે. SKPના ભારત કનેકશનનો કેસ સામે આવ્યો છે. સુરતની મહિલા સુમેરાબાનું સામે ચાર્જશીટ દાખલ થઇ છે. આરોપી સુમેરબાનું સહિત પાંચ વિરુદ્ધ NIAની ચાર્જશીટ છે. સુરતના સૈયદપુરાથી સુમેરાબાનું ઝડપાઇ હતી. તેમજ આરોપીઓ ISKP સાથે જોડાયેલા હતા. પોરબંદરથી પણ આરોપી ઝડપાયો હતો.

[[$alsoread]]

ATSના હાથે સુરતની મહિલા ઝડપાઈ હતી

ATSના હાથે સુરતની મહિલા ઝડપાઈ હતી. આતંકી મહિલા સુમેરાબાન સૈયેદપુરા ખાતેથી પકડાઈ હતી. આરોપી સુમેરબાનું સહિત પાંચ વિરુદ્ધ NIAની ચાર્જશીટ છે. ATSએ માહિતી આપતા જણાવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે આતંકી જોડાયેલા છે. પોરબંદરથી અફઘાનિસ્તાન તરફ જવાની પેરવી કરતા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદની બાબત હોવાથી NIA ને તપાસ સોંપાઈ હતી. ATSની ટીમે પોરબંદર ખાતેથી ઉબૈદ નાસીર મીરને પકડયો હતો. આરોપી હનાન હયાત શોલ પણ પકડયો હતો. તથા આરોપી તરીકે મોહમ્મદ હાજીમ શાહની પણ ધરપકડ થઇ છે. 

  • Follow us on: