- નારોલમાંથી 3 બાંગ્લાદેશી શખ્સોની અટકાયત
- કઈ રીતે અનેે શા માટે ગુજરાત આવ્યા તે દિશામાં તપાસ
- બાંગ્લાદેશ, પાકિસ્તાન કનેકશનના આધારે કાર્યવાહી
રથયાત્રા પહેલાં અમદાવાદમાં ગુજરાત ATS ની મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં અમદાવાદના નારોલમાંથી 3 બાંગ્લાદેશી શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના અંગે હુમલાના ઈનપુટ બાદ ગુજરાત ATSની કાર્યવાહી કરવામાં આવી છે.
બાંગ્લાદેશ, પાકિસ્તાન કનેકશનના આધારે કાર્યવાહી
આ અંગે પ્રારંભિક માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા હુમલાના ઈનપુટ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ જેટલાં શંકાસ્પદ યુવકોની અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં આ ત્રણેય શંકાસ્પદ યુવકોનું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ક્નેકશનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કઈ રીતે અનેે શા માટે ગુજરાત આવ્યા તે દિશામાં તપાસ
હાલમાં ગુજરાત ATS એ તપાસ કરી રહ્યું છેકે, 3 બાંગ્લાદેશના યુવકો કેવી રીતે ગુજરાત આવ્યા અને શા માટે આવ્યા છે. તેમજ તેમના પાકિસ્તાન સાથે શું ક્નેક્શન છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેય યુવક સાથે સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.









