Gujarat ATS અને હરિયાણા STFએ હરિયાણાના ગુરુગ્રામમાં સંયુકત ઓપરેશન પાર પાડયું છે જેમાં હરિયાણાના ગુરુગ્રામથી એક વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી છે,આ વ્યકિત આતંકી ગતિવિધિ સાથે સંકળાયેલો હોવાની પોલીસને શંકા છે અને તેના કારણે ગુજરાત એટીએસ અને હરિયાણા STFએ સાથે મળીને ઓપરેશન પાર પાડયું છે,હરિયાણામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હરિયાણાના ગુડગાંવમાં ઓપરેશન
ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફ દ્વારા સંયુકતમાં ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે,જેમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે,પોલીસને એવી માહિતી મળી હતી કે આરોપી આંતકી ગતિવિધી સાથે સંકળાયેલો છે અને તે ભારતની માહિતી તેમજ પોલીસની ગતિવિધી અન્ય જગ્યાઓ પર શેર કરતો હોવાની વાત સામે આવી છે,જેને લઈ પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડયું છે,આ કેસમાં હજી પણ મોટા ખુલાસઓ થઈ શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હોવાનું અનુમાન
ગુજરાત એટીએસની ટીમે ગુજરાતના એક યુવકની ધરપકડ કરી હતી, જેની પૂછપરછ દરમિયાન ફરીદાબાદ માટે કેટલાક ઇનપુટ્સ મળ્યા હતા. આ પછી, ગુજરાત એટીએસ દ્વારા તેને લઈ તપાસ કરવામાં આવી રહી હતી,ધરપકડ કરાયેલા યુવકનું નામ અબ્દુલ રહેમાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેની ઉંમર લગભગ 19 વર્ષ છે.જે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુર ગામનો રહેવાસી હોવાનું કહેવાય છે. એવી શંકા છે કે અબ્દુલ રહેમાન કોઈ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે.









