અમદાવાદ એટીએસએ મોટી કાર્યવાહી કરી છે,જેમાં કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષાની જાસૂસી કરતા એક વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે,ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે સુરક્ષા એજન્સીઓની ગુપ્ત માહિતી કોઈ વ્યકિત દ્રારા લીક કરવામાં આવે છે તેને લઈ ધરપકડ કરી છે,આ મામલે અમદાવાદ એટીએસ વધુ માહિતી પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે.


[[$googlead]]

પોરબંદરના એક વ્યકિતની ધરપકડ

પોરબંદર જિલ્લો દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને દરિયા કિનારે કેન્દ્રની અને રાજયની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખીને દેશની સુરક્ષા કરતી હોય છે અને પોતાની ફરજ બજાવતી હોય છે,ત્યારે આ વ્યકિત દ્રારા તમામ એજન્સીઓને લઈ ગુપ્ત માહિતી લીક થતી હોય તેવી વાત સામે આવી હતી ત્યારે કોસ્ટગાર્ડ તેમજ દરિયાઈ સુરક્ષાને લઈ જે એજન્સીઓ છે તે શું કામ કરી રહી છે તેની માહિતી આગળ પહોંચાડવાની વાત લીકેજ કરવામાં આવતી હતી જેને લઈ ધરપકડ કરવામાં આવી છે,પોરબંદરનો જ સ્થાનિક વ્યકિત છે કે જે આ તમામ માહિતી પહોંચાડતો હતો.

[[$alsoread]]

પકંજ નામના વ્યકિતની કરાઈ ધરપકડ

ગુજરાત એટીએસએ એક ગુનો નોંધ્યો છે જેમાં તેમને બાતમી મળી હતી પકંજ કોટીયા નામનો વ્યક્તિ પોરબંદરમા જાસૂસી કરતો હતો,તેનો ફોન જપ્ત કરીને FSL ખાતે મોકલી આપ્યો છે.આરોપી પંકજ મોબાઇલ મારફતે પાકિસ્તાનની રિયા નામની યુવતી સાથે સંપર્કમા છે.ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલે છે.કંઈ કંઈ માહિતી મોકલી છે તેની તપાસ ચાલી રહી છે.કોસ્ટગાર્ડની શીપની મુવમેન્ટ પાકિસ્તાન મોકલી છે.

છેલ્લા 8 માહિનાથી મોકલતો હતો માહિતી

આરોપી પંકજ પાસેથી અલગ અલગ 11 બેક એકાઉન્ટ મળી આવ્યા છે,જેમાથી 26 હજાર રૂપિયા મળી આવ્યા છે,આરોપી તમાકુની ફેકટરીમાં કામ કરે છે.ફેબ્રુઆરી મહિનાથી આરોપી રીયાના સંપર્કમા છે.તો પાકિસ્તાનમાં રહેલી રીયાએ પોતે પાકિસ્તાન નેવીમાં હોવાની ઓળખ આરોપીને આપી હતી,કોસ્ટગાર્ડની માહિતી પહોચે તો દેશની સુરક્ષાને ખતરો છે.આરોપીએ કોસ્ટગાર્ડની શિપના નામ મોકલ્યા છે.ફેસબુકથી પરિચયમાં આવ્યા હતા અને ત્યારબાદ વોટ્સપમા વાત કરતા હતા.રિયા પાસે જે નંબર હતો તે ભારતીય નંબર હોવાનુ સામે આવ્યું છે.ઝડપાયેલ આરોપી પંકજ કોસ્ટ ગાર્ડની સીપમાં વેલ્ડીંગનું કામ પણ કરતો હતો.છેલ્લા એકાદ વર્ષથી તે બિલ્ડીંગના કામકાજ માટે જીટી પર જતો આવતો હતો.રિયાનુ સિમકાર્ડ અન્ય કોઈ વ્યક્તિના નામે છે તેની તપાસ ચાલુ છે.

ગુજરાત ATSનું કરાયુ હતુ સન્માન

ગુજરાતના યુવા ધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સના દૂષણને અટકાવા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ કડક વલણ અપનાવ્યું છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ATSના બહાદુર અધિકારીઓને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર વતી રૂ. 10 લાખનો ચેક આપીને ગુજરાત એટીએસનું સન્માન કર્યું હતું.

  • Follow us on: