ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ સ્થિતિનો માહોલ છે ત્યારે દેશની તમામ આંતરરાષ્ટ્રીય સરહદો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્યમાં તમામ જિલ્લાઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને કચ્છનો સરહદ વિસ્તાર, દ્વારકા, સોમનાથ અને જૂનાગઢ સહિતના દરિયા વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા ચાંપતની નજર રાખવામાં આવી રહી છે.


ગૃહમંત્રી એકશનમાં

રાજ્ય સરકાર એકશનમાં આવતા સંભવિત યુદ્ધ સ્થિતિને પંહોચી વળવા તમામ તૈયારીઓ તેજ કરી છે. અત્યારે ખોટી અફવા ના ફેલાય માટે પોલીસ સોશ્યલ મીડિયા પર નજર રાખી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ડીજીપી અને સાઇબર સેલના અધિકારીઓ જોડાયા હતા. આ બેઠકમાં દેશ વિરોધી પોસ્ટ કરનારા અને આર્મી મુવમેન્ટની પોસ્ટ કરનારા સામે પણ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને પોલીસે તરત અમલમાં મૂકતા વાંધાજનક પોસ્ટ કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં આવી છે.

કચ્છમાં સંવેદનશીલ વિસ્તાર

પ્રાપ્ત સમાચાર મુજબ ભુજના તહેરા ગામમાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો જેને નિષ્ફળ કરવામાં આવ્યો છે. જેના બાદ ગુજરાતમાં અત્યારે કચ્છ, દ્વારકા, સોમનાથ અને જૂનાગઢના સરહદી વિસ્તારો પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લો ગુજરાતનો પશ્ચિમ ભાગ છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે આંતરરાષ્ટ્રીય સરહદ વહારે છે. છેલ્લા કેટલાક સમયમાં કચ્છમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. અને હાલમાં શાળાના વેકેશનના માહોલને પગલે અનેક લોકો આ વિસ્તારની મુલાકાતે છે ત્યારે સરકાર દ્વારા તમામને ચેતવણી આપવામાં આવી છે. કચ્છ જિલ્લો ગુજરાતનો પશ્ચિમ ભાગ છે અને તે પાકિસ્તાનના સિંધ પ્રાંત સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. કચ્છમાં સૌથી વધુ મુલાકાત લેતા એવું સફેદ રણ ભારત અને પાકિસ્તાન બંનેમાં ફેલાયેલું છે. કચ્છના પશ્ચિમ તટે આવેલો નદીનો વિસ્તૃત મુખ (સર ક્રીક) વિસ્તાર છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદાસ્પદ છે. 

દ્વારકા અને પોરબંદરમાં લોકોને અપીલ

દ્વારકા પશ્ચિમ ગુજરાતમાં હોવાથી સરહદના નજીકના વિસ્તારનો એક ભાગ ગણાય છે. દ્વારકામાં વધુ સંવેદનશીલ વિસ્તાર લખપત કે જયાંથી પાકિસ્તાનની સરહદ વધુ નજીક છે. અને એટલે જ ત્યાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિર સુરક્ષાકારણોસર બંધ કરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા હાલમાં પ્રવાસ કરતા લોકોને આ મંદિરની મુલાકાત ના લેવા અપીલ કરાઈ છે.ઓખામાં માછીમારોને અને સ્થાનિકોને સરહદી સીમા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદના કારણે આર્મીના કડક સુરક્ષા હેઠળનું સેન્સિટિવ ઝોન મનાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સ્થિતિના કારણે પોરબંદરમાં ફિશિંગ કરવા ગયેલ તમામ માછીમારોને નજીકના બંદર પર પરત ફરવા સૂચના અપાઈ. અત્યારે  1700 જેટલી ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી છે. માછીમારો ને નુકશાન ના પોહચે તે માટે ગુજરાત સરકારે માછીમારોને બંદર પર પરત ફરવા સૂચના આપી.

  • Follow us on: