ગુજરાત સરકારના નાણામંત્રી કનુદેસાઇ દ્વારા ચોથી વાર રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2025-26નું આ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાતનું 3લાખ 70હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવો જાણીએ બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગને લઇને શું જાહેરાત કરવામાં આવી છે. 


  • બજેટમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2712 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહેલ છે.
  • NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે ₹767 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા ₹675 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • NFSA લાભાર્થી કુટુંબોને વર્ષમાં બે વખત ખાદ્યતેલ રાહત દરે આપવા માટે ₹160 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત)ના વિતરણ માટે ₹51 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • નાબાર્ડ લોન યોજના હેઠળ 51 ગોડાઉનના બાંધકામ માટે તથા ભારત સરકારની W.D.R.A.ની ગાઈડલાઈન્‍સ મુજબ નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉનો માટે કુલ ₹70 કરોડની જોગવાઇ.
  • શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્‍ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા ₹37 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 

  • Follow us on: