રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્‍સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે.ગૃહ વિભાગ માટે કુલ ₹૧૨૬૫૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે,રાજ્યમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સાયબર ક્રાઈમ, સાયબર સિક્યુરિટી અને સાયબર ઈન્ટેલિજન્સની વ્યવસ્થા ઊભી કરવાનું આયોજન છે. જે માટે ૧૧૮૬ નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹૨૯૯ કરોડની જોગવાઇ.


બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરાશે

રાજ્યની વિશિષ્ટ પોલીસ ટૂકડીઓ જેમકે BDDS (Bomb Detection and Disposal Squad) ટીમો, QRT(Quick Response Team) ટીમો, SDRF (State Disaster Response Force)કંપનીઓ તેમજ ચેતક કમાન્ડો માટે સાધન સામગ્રીની ખરીદી માટે ₹૬૩ કરોડની જોગવાઇ.છે,સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે “એક ભારત, શ્રેષ્ઠ ભારત” વિઝનની ઉજવણી માટે ₹૧૦ કરોડની જોગવાઇ.રાજ્યના તમામ બાકી રહેતા ૨૪ જિલ્લાઓ ખાતે સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવા માટે ₹૩૦ કરોડની જોગવાઇ.

એન્‍ટી નાર્કોટિકસ ટાસ્ક ફોર્સ(ANTF) માટે ₹૨૩ કરોડની જોગવાઇ

રાજ્યની તમામ જેલો તથા તાલુકા સબ જેલો ખાતે સેન્‍ટ્રલાઇઝ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સીસ્ટમ માટે ₹૪૪ કરોડની જોગવાઇ.રાજ્યમાં શહેરી વિસ્તારોમાં માર્ગ સલામતી માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹૬૩ કરોડની જોગવાઇ.રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે ₹૯૮૨ કરોડની જોગવાઇ.વિવિધ જેલોના તેમજ અન્ય મકાનોના બાંધકામ માટે ₹૨૧૭ કરોડની જોગવાઇ.વલસાડ જિલ્લાના વાપી શહેર ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભું કરવામાં આવશે.


  • Follow us on: