ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં 7 જિલ્લા ગ્રંથાલયો અને 15 તાલુકા ગ્રંથાલયો માટે ₹14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન હાથ ધરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹208 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


ગ્રંથાલયો માટે ₹138 કરોડની જોગવાઇ

ગુજરાતનું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યુ હતુ. 3. 70 લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ છે. જેમાં ગ્રંથાલયો માટે ₹138 કરોડની જોગવાઇ કરાઇ છે. 71 તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹16 કરોડની જોગવાઇ કરવામાં આવે છે. રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹17 કરોડની જોગવાઇ કરાઇ છે. દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹10 કરોડની જોગવાઇ હાથ ધરવામાં આવી છે. ઘરના ઘર માટેની સબસિડી વધી, નવી 9 મનપાના વિકાસ માટે રૂ. 2300 કરોડ, અમદાવાદમાં SVP સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ₹250 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  

  • Follow us on: