ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલાની બજેટ પોથી પસંદ કરાઇ હતી.
શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો
બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં વધારો કરતાં નવા 121 કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. તેમજ શ્રમયોગીઓને બાંધકામના સ્થળે આરોગ્યની પ્રાથમિક સેવા આપતાં કુલ 154 ધન્વંતરિ આરોગ્ય રથની સંખ્યામાં વધારો કરતાં વધુ નવા 50 આરોગ્ય રથ શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ ₹260 કરોડની જોગવાઇ આપવામાં આવી છે.
રોજગારીની મહત્ત્વપૂર્ણ તક
VB-G RAM-G એટલે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મીશન યોજનાથી ગ્રામ્ય વિસ્તારની સુખાકારી અને રોજગારી માટે એક મહત્વપૂર્ણ તક છે. જેમાં કામના દિવસો 100થી વધારી 125 કરાઇ છે. જેના માટે કુલ ₹1500 કરોડનું આયોજન કરાયુ છે. ગુજરાતની વસ્તીમાં 36% કરતા વધુ યુવા છે. આ યુવા શક્તિને મજબૂત કરવા તેમજ તેને આગળ વધવા સમાન અવસર મળે તે માટે સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓને ₹5967 કરોડની જોગવાઇ શિષ્યવૃત્તિ માટે છે.
રાજ્યનું બજેટ કરાયુ રજૂ
વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ કરાયુ છે. નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા સતત 5મી વાર બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat Budget 2026 : GYAN માટે બજેટમાં વિવિધ જોગવાઇઓ
