રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલોના માળખાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કૉરિડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.રાજ્યના માર્ગો અને પુલની કામગીરી માટે ₹૧૦૦૦૮ કરોડની જોગવાઇ.મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૬૦૦ કરોડની જોગવાઇ.આદિજાતિ વિસ્તારના રસ્તા અને પુલની કામગીરી માટે ₹૯૫૦ કરોડની જોગવાઇ.
ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ
આ સિવાય અલગ અલગ ચાર/છ માર્ગીય બી.ઓ.ટી. પ્રોજેકટ માટે ₹૧૬૩૩ કરોડની જોગવાઇ. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટ માટે ₹૭૭૪ કરોડની જોગવાઇ. ડી.એફ.સી.સી. તથા રેલ્વે ક્રૉસિંગ પર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી અન્વયે ₹૫૦૦ કરોડની જોગવાઇ. અમદાવાદ અને ગાંધીનગર ખાતે સરકારી કર્મચારીઓના રહેણાક મકાનો માટે ₹૩૧૨ કરોડની જોગવાઇ. વિવિધ જિલ્લાઓમાં સરકારી મકાનોનાં મજબૂતીકરણ અને માળખાગત સુધારણાના કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ
બજેટમાં રસ્તાઓ માટે Short Term Maintenance Contract ની કામગીરી માટે ₹૧૫૦ કરોડની જોગવાઇ. વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા સેવા સદન અને નવા રચાયેલા ૧૭ તાલુકાઓમાં તાલુકા સેવા સદનનું નિર્માણ કરવા માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની કામગીરી માટે ₹૪૦૦ કરોડની જોગવાઇ. મુખ્ય રાજ્ય ધોરીમાર્ગો પર સલામતી, સુરક્ષા અને ટ્રાફિક પરિવહન માટે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ કરવા માટે ₹૪૦ કરોડની જોગવાઇ. વ્હાઈટ ટોપીંગ રસ્તાની કામગીરી માટે ₹૩૨ કરોડની જોગવાઇ. GARC ભલામણ હેઠળ વિવિધ (બિલ્ડિંગ સાઇનેજ, જાળવણી, સૂચન બોક્સ વગેરે) કામગીરી કરવા માટે ₹૨૫ કરોડની જોગવાઇ.
પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ
સરકારી મકાનોમાં અનિવાર્ય સેવાઓ માટેના પ્રસ્થાપિત વીજળીકરણના સાધનોની વાર્ષિક મરામત અને જાળવણી માટે ₹૨૦ કરોડની જોગવાઇ. સરકારી મકાનોમાં ઊર્જા બચત કરવા જરૂરી ઓટોમેશન સિસ્ટમ કાર્યરત કરવા માટે ₹૧૪ કરોડની જોગવાઇ. ગુજરાત રોડ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમના અમલીકરણ અંતર્ગત ડેટા સંગ્રહ માટે ₹૧૦ કરોડની જોગવાઇ. રાજ્ય ધોરીમાર્ગો પર ટેકનિકલ ઑડિટ અને ગુણવત્તા નિયંત્રણ માટે ₹૧૦ કરોડની જોગવાઇ. કેશોદ એરપોર્ટથી વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળો સુધીના રસ્તાઓનું બાંધકામ અને સુધારણા કરવાનું આયોજન.
આ પણ વાંચોઃ Gujarat Budget 2026: 25 GIDCને સ્માર્ટ ટેકનોલોજીથી અપગ્રેડ કરાશે, નાણામંત્રી કનુભાઇ દેસાઇની જાહેરાત