ગુજરાતમાં કડી અને વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે.આ ચૂંટણીમાં ચોપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે.ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ આ ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા છે.તેમની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ બંને બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.કડીમાં ડોક્ટર ગિરીશ કાપડિયા અને વિસાવદર બેઠક પર કિશોરભાઈ કાનગડને ટીકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને ટિકિટ આપી છે.હવે કોંગ્રેસે પણ કડી બેઠક માટે પોતાના ઉમેદવાર તરીકે રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું છે. ભાજપે કડી અને વિસાવદર બંને બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.


[[$googlead]]

ભાજપે બંને બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા

ભાજપે કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ કડીમાં કોંગ્રેસે રમેશ ચાવડાને ટીકિટ આપી છે. કોંગ્રેસે હજી વિસાવદર બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી. હવે બંને બેઠકો પર ચોપાંખિયો જંગ જામશે.  ભાજપે હવે પોતાના પત્તા ખોલી દીધા છે જેથી ચૂંટણીનો પ્રચાર વધુ વેગ પકડશે.

[[$alsoread]]

રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય કાર્યકર

ભાજપના કડીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મુળ જોટાણા ગામના વતની છે. તેઓ 1980થી ભાજપના સક્રિય કાર્યકર છે. તેઓ મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતાં. 1985માં જોટાણા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતાં. 2011થી 2017 સુધી તેઓ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરના ડિરેક્ટર તરીકે રહ્યાં છે. જ્યારે વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ સહકારી આગેવાન તરીકે જાણિતા છે.





  • Follow us on: