• કોંગ્રેસ ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન
  • ગુજરાતમાં બનેલી ઘટનાઓના સ્થળોને જોડતી યાત્રા યોજાશે
  • મોરબી થી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન

કોંગ્રેસે આગામી ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન કર્યું છે. આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી સામેલ થશે. આ ન્યાયયાત્રા ગુજરાતમાં થોડા મહિનાઓમાં બનેલી ઘટનાઓના સ્થલોને જોડતી યાત્રા હશે.

મોરબી દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ ન્યાયયાત્રાની શરૂઆત કરશે 

આ ન્યાયયાત્રા મોરબીથી સુરત સુધીની હશે અથવા ગાંધીનગર સુધીની યાત્રા હશે.કોંગ્રેસની આ ન્યાયયાત્રા મોરબી દુર્ઘટના સ્થલેથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ન્યાયયાત્રા રાજકોટ ટીઆરપી ગેમઝોન, ઉના થાણ અને અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે.

અમદાવાદ, વડોદરા, સુરતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે

સંસદમાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ ગુજરાતની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો પડકાર તો આપ્યો જ, પરંતુ તેઓ આ અંગે ખૂબ જ ગંભીર પણ છે. આથી કોંગ્રેસ ઓગસ્ટ મહિનામાં ન્યાયયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બનેલી ઘટનાઓના સ્થળોને જોડતી યાત્રા યોજાશે.

મોરબી થી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન

મોરબી થી સુરત અથવા તો ગાંધીનગર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  મોરબી દુર્ઘટના સ્થળથી કોંગ્રેસ ન્યાયયાત્રાની શરૂઆત કરશે. આ યાત્રા રાજકોટ TRP ગેમઝોન, ઉના,થાનને જોડતી યાત્રા હશે. કોંગ્રેસની આ ન્યાયયાત્રાએ અમદાવાદ, વડોદરા, સુરતના દુર્ઘટના સ્થળોને જોડતી યાત્રા હશે.

  • Follow us on: