• ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાય તેવી ચર્ચા
  • 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા
  • ચિરાગ પટેલ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. ચર્ચા થઇ રહી છે કે તેઓ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઇ શકે છે.

ચિરાગ પટેલ કોણ છે?

ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. હજુ તો ચૂંટણીને માંડ એક વર્ષ પૂર્ણ થયુ છે, ત્યાં કોંગ્રેસના આ ધારાસભ્યએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચિરાગ પટેલ એક યુવા ચહેરો છે. તેઓ વાસણાના પૂર્વ સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ચરોતરનો અગ્રણી પાટીદાર ચહેરો છે. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે.

2022માં જીત્યા હતા ખંભાતથી

2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જુના કાર્યકર ગણાય છે.

1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત

ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં તેઓ પહેલી વખત કોંગ્રેસ માટે જીત્યા હતા. જ્યારે તોએ કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમને કુલ 69,069 મત મળ્યા હતા અને સાથે મહેશ રાવલને 65358 મત મળ્યા હતા. ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 108 નંબરની આ એક સીટ છે અને તે આણંદમાં આવે છે.

6 દિવસ પહેલા આપના એમએલએની પણ વિકેટ પડી હતી

અઠવાડિયા પહેલા જ આપના વિસાવદરની બેઠકના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. આ માટેનું કારણ આપતા તેઓએ કહ્યું કે હું રાષ્ટ્રવાદી માણસ છું અને સાથે રાષ્ટ્રના હિત માટે કામ કરું છું. મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછીને નિર્ણય કર્યો છે. મારે જનતાને લગતા કામ કરવા છે. મને સારું પ્લેટફોર્મ મળી રહ્યું નથી માટે આ નિર્ણય મેં લીધો છે.


  • Follow us on: