ગુજરાતમાં ફરીથી કોરોનાનો પગપેસારો થયો છે રાજ્યમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થતો હોવાનું સામે આવ્યું છે. કોરોનાના લક્ષણ ધરાવતી એક મહિલાને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહિલાને કોરોના પોઝેટિવના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો ત્યાર બાદ કોરોના પોઝેટિવ હોવાનું સામે આવ્યું હતું.


કોરોનાનો એક કેસ સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયો છે. સોલા સિવિલમાં કોરોનાના એક દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. મહિલા દર્દીને કોરોના લક્ષણ જણાતા રિપોર્ટ કરાવ્યો હતો. રિપોર્ટમાં કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ બાદ દર્દીને એડમિટ કરવાની ફરજ પડી હતી. સાથે જ દર્દીને ઓક્સિજન પર રાખવાની ફરજ પડી હતી. 20 વર્ષની મહિલા દર્દીને સોલા સિવિલમાં એડમીટ કરવાની ફરજ પડી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના 7 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. શહેરમાં 7 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ છે. હાલમાં તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.

દેશભરમાં કોરોનાના 257 કેસ

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં કોવિડ-19ના ઘણા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે અપડેટ આપી છે. 19મે સુધીમાં દેશમાં કોવિડના 257 એક્ટિવ કેસ નોંધાયા છે. ભારતની સાથે અન્ય દેશોમાં પણ કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 12 મે સુધીમાં દેશમાં 164 કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 69 કેસ નોંધાયા છે. કોવિડ 19 એ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ દસ્તક આપી છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ ઘણા કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે આ અંગે એલર્ટ આપ્યુ છે.


  • Follow us on: