• ડીજીપી વિકાસ સહાય થયા લાલઘૂમ

  • પથ્થરમારાની ઘટનાઓને લઈ આપ્યું નિવેદન
  • હવે અપીલ નહીં એક્શનનો સમય છે

ગુજરાતમાં છાશવારે અને વારે તહેવારે બનતી પથ્થરમારાની ઘટનાઓ પર રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે આકરૂં વલણ અપનાવ્યું છે. આ મામલે તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે અપીલ નહીં પરંતુ એક્શનનો સમય આવી ગયો છે. હાલમાં પોલીસની ત્વરિત કાર્યવાહીથી મામલા કંટ્રોલમાં આવી જાય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે આ મામલે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાની મદદથી આરોપીઓની ઓળખ થઈ જાય છે. તેથી આવા અસામાજિક તત્વોની વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે અને રાજ્યમાં હાલમાં સ્થિતિ શાંતિપૂર્ણ છે.

[[$googlead]]

મહત્વનું છે કે હાલમાં જ પંચમહાલ, નર્મદા અને વડોદરા જેવા સ્થાનો પર યાત્રા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી હાલમાં તહેવારોના દિવસોમાં રાજ્યમાં અમુક સ્થાનો પર સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.

[[$alsoread]]

મહત્વનું છે કે ગઈ કાલે ગણપતિ વિસર્જન દરમિયાન એક આવી જ ઘટના ઘોઘંબામાં થઈ હતી. જેમાં વિસર્જન યાત્રામાં બબાલ થઈ હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ટોળાએ આ દરમિયાન એક યુવકને માર માર્યો હતો. આમ ઘોંઘંબામાં પછીથી જોકે પોલીસે સ્થિતિ સંભાળી લીધી હતી અને વિસર્જન યાત્રાને પૂર્ણ કરાવી હતી.

નર્મદામાં બજરંગદળની શૌર્ય જાગરણ યાત્રામાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના સાવલીમાં પણ ગણેશજીની વિસર્જન યાત્રામાં હુમલો કરી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમ એક દિવસમાં ઉત્સવનો માહોલ બગાડતી અને સામાજિક સૌહાર્દને બગાડતી 3 ઘટનાઓ બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે, અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ચૂકી છે.

  • Follow us on: