- દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે
- શરૂઆતી વલણમાં ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે
- વલસાડ,ભરૂચ,સાબરકાંઠા,બનાસકાંઠા બેઠક પર સૌની નજર
દક્ષિણ ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થતા વલસાડ, ભરૂચ, નવસારી અને બારડોલી બેઠક પરના ઉમેદવારોના ભાવિ આજે નક્કી થવાનું છે. છેલ્લી બે ટર્મથી આ તમામ બેઠકો ભાજપના ફાળે જતી હોય પુનરાવર્તન અને પરિવર્તનના ખેલાયેલા જંગના પરિણામ પર સૌ કોઈની નજર છે. નવસારી બેઠક પર પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની જીત અને લીડ પર સૌ કોઈની નજર રહેશે.
વાત કરીએ ભરૂચ બેઠકની
ભરૂચ બેઠક પર સૌ કોઈ ગુજરાતીની નજર છે કેમકે આ બેઠક પર આદિવાસી સમાજનું પ્રભુત્વ રહેલું છે,ભાજપના હાલના સાંસદ મનસુખ વસાવાને ભાજપે 7 મી વખત ટિકીટ આપી છે અને દર વખતની જેમ તેઓ આ વખતે પણ જીત હાંસીલ કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.ભરૂચ આપની બેઠક પર ચૈતર વસાવા છે અને તેમનુ પણ પ્રભુત્વ આ બેઠક પર રહ્યું છે.મનસુખ વસાવા ભાજપ 153031 લીડથી આગળ તો આપના ચૈતર વસાવા 101573 મતોથી આગળ છે.મનસુખ વસાવા ભાજપ 51458 મતથી આગળ છે.
વાત કરીએ બનાસકાંઠા બેઠકની
બનાસકાંઠા બેઠક પર કોગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યાં છે,રેખા ચૌધરી ઓછી લીડથી ચાલી રહ્યાં છે,આ બેઠક પર બન્ને મહિલા ઉમેદવાર છે,તો ગેનીબેન ઠાકોર હાલ કોગ્રેસના ધારાસભ્ય છે અને તેમના પ્રચારમાં પ્રિયંકા ગાંધી પણ આવ્યા છે,હાલની સ્થિતિ મુજબ બનાસકાંઠામાં કોગ્રેસની જીત થવાની શકયતાઓ દેખાઈ રહી છે.
વાત કરીએ સાબરકાંઠા બેઠકની
સાબરકાંઠા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર શોભના બારૈયા છે અને કોગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી છે.તુષાર ચૌધરી એ ગ્રાઉન્ડ ચહેરો છે,અને હાલમાં તુષાર ચૌધરી સૌથી વધુ લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે,એટલે કહી શકાય કે તુષાર ચૌધરીની જીત પણ થઈ શકે છે,શોભના બારૈયાનો સાબરકાંઠામાં વધારે વિરોધ જોવા મળ્યો હતો.
વાત કરીએ વલસાડ બેઠકની
વલસાડમાં કોંગ્રેસમાંથી અનંત પટેલ અને ભાજપમાંથી ધવલ પટેલ સહિત કુલ 7 ઉમેદવારો મેદાનમાં છે.ભાજપના ધવલ પટેલને 2,19,823 મત મળ્યા કોંગ્રેસના અનંત પટેલને 1,17,920 મત મળ્યા 1,01,903 મતથી ભાજપ આગળ છે.આ બેઠક પર આદિવાસીનુ પ્રભુત્વ રહેલું છે.