• અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ 1.10 લાખ મતથી આગળ
  • ગાંધીનગરથી અમિત શાહ 4 લાખની લીડથી આગળ
  • વલસાડના ધવલ પટેલ 1 લાખથી વધુની લીડથી આગળ

ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ 80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર ચડાવ આવ્યા છે. ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.ગુજરાત ભાજપના 10 લોકસભાની ઉમેદવારો 1 લાખની લીડને પાર કરી રહ્યાં છે.

રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સતત આગળ

રાજકોટ લોકસભા સીટ માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 1,88,000 મતથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર મત ગણતરી 7 રાઉન્ડ પુરા થઈ ગયા છે.

ભાજપ ઉમેદવાર જસંવતંસિહ ભાભોર 72373 મતથી આગળ

દાહોદ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર 72373 મતથી આગળ. ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સામે કોંગ્રેસ સામે પ્રભાબેન તાવિયાદ વચ્ચે ચૂંટણીની જંગ

વલસાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આગળ

વલસાડ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર ધવલ પટેલ 126830 મતથી આગળ ચાલી રહ્યા છે.

કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા આગળ

કચ્છ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા 1 લાખ 56 હજાર 979 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર 46995 લીડથી આગળ.

મહેસાણામાં હરી પટેલ આગળ

મહેસાણા લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ 90, 555 મતથી આગળ ચાલી રહ્યા છે.

અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ આગળ

અમદાવાદ પૂર્વ લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 1 લાખ 20 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર ચોથા રાઉન્ડના અંતે આગળ

પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ આગળ

પંચમહાલ બેઠક પરથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ 1,81,414 મતથી આગળ. ભાજપ ઉમેદવાર પંચમહાલ સામે કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણીની જંગ


  • Follow us on: