ગુજરાતમાં રોજગારીની સમસ્યા વધુ ઘેરાઈ રહી છે. વૈશ્વિક સ્તરે નોંધ લેવાનાર ગુજરાતમાં અનેક યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. રાજ્યના 6 જિલ્લામાં 138 કંપનીઓ સામે રોજગારીની ફરિયાદ કરવામાં આવી છે. રાજ્યના મહાનગરોમાં જ રોજગારીને લઈને ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોને રોજગારી ના આપવા મામલે રાજ્યના મોટા જિલ્લાઓમાં ગણના થતા એવા અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર,સાંબરકાંઠા અને મહેસાણાની કંપનીઓ સામે ફરિયાદ કરવામાં આવી.


બેરોજગારીને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા

મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં બેરોજગારીને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં અનેક વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે. છતાં પણ આજે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોને રોજગારી ના આપવા મામલે 2023માં 60 અને 2024માં 78 કંપનીઓ સામે ફરિયાદ કરાઈ હતી. અને હવે આ મામલે પણ વિકાસ કરતાં 2025માં 6 જિલ્લાની 138 કંપનીઓ સામે રોજગાર ના આપવાના લઈને ફરિયાદ કરવામાં આવી છે. આ કંપનીઓની વિગતો રોજગાર કચેરીની સાથે ઉદ્યોગ કમિશ્નરને પણ મોકલવામાં આવી. સ્થાનિકોને રોજગારી આપતી કંપનીઓ સામે સરકારને બેઠકો કરી પરિપત્ર સહીતના મુદ્દા પર માહિતી અપાઈ છે. સંભવત આ ફરિયાદ બાદ બેરોજગારીની ટકાવારીમાં ઘટાડો જોવા મળી શકે.

બેરોજગારીની સમસ્યામાં વધારો

ગુજરાતના યુવાનો ઉચ્ચ શિક્ષણ લીધા બાદ પણ નોકરીની શોધમાં કંપની દર કંપની ભટકી રહ્યા છે. લાયકાત મુજબ નોકરી અને પગાર ના મળતા છેલ્લા ઘણા સમયમાં યુવાનોએ વિદેશમાં દોટ મૂકી છે. અમેરિકા, કેનેડા, યુકે બાદ યુવાનો ઓસ્ટ્રેલિયામાં રોજગાર અર્થે જવા લાગ્યા છે. એકબાજુ ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે તેવા દાવા કરાઈ રહ્યા છે ત્યારે સ્થાનિક સ્તરે પ્રતિદિન વધતી બેરોજગારી આગામી સમયમાં મોટી સમસ્યા સર્જી શકે છે. અને એટલે જ રાજ્યના 6 જિલ્લામાં સ્થાનિકોને રોજગાર ના આપતી કંપનીઓ પર કાર્યવાહી કરાશે તો અન્ય કંપનીઓ સ્થાનિકોને પ્રોત્સાહન આપી શકે છે.

  • Follow us on: