રાજ્યના વન વિભાગ દ્વારા 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. જેમાં 3 જેટલાના મદદનીશ વન રક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી સાથે મદદનીશ વન રક્ષકના પ્રમોશન આપી બદલી કરાઈ છે.
ત્રણ અધિકારીઓની બદલી
મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,69,800/-) તરીકે ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને બદલીથી નિયુક્તિ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, વનવિભાગે અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે. વનવિભાગે 75 જેટલા અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. જેમાં 3 મદદનીશ વનરક્ષક વર્ગ-2ના અધિકારીઓની બદલી કરાઇ છે. જ્યારે 72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી કરાઈ છે. આ તમામને મદદનીશ વનરક્ષક તરીકે પ્રમોશન આપી બદલી કરાઈ છે. રાજ્યના નર્મદા અને જળસંપત્તિ વિભાગ દ્વારા 19 અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
72 પરિક્ષેત્ર અધિકારીઓની બઢતી
આ વિભાગના નિયંત્રણ હેઠળના પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-2{ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા)નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-7(રૂ.39,900-1,26,600/-)માં ફરજ બજાવતા 72 અધિકારીઓને મદદનીશ વન સંરક્ષક, વર્ગ-2 {ગુજરાત મુલ્કી સેવા (પગાર સુધારણા) નિયમો-2016, પે મેટ્રીક્ષ લેવલ-9(રૂ.53,100-1,67,800/-) ગ્યા પર બઢતી આપવામાં આવી છે









