ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આંદામાન-નિકોબાર ટાપુ પર વહેલું ચોમાસું પહોંચ્યું છે. આ વર્ષે પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું આવશે.
રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થવાની સંભાવના
સૌ કોઈ હવે ઉનાળા બાદ ચોમાસાના વરસાદની રાહ જોઈ રહ્યા છે. જગતનો તાત પણ ચોમાસાના હરખે ઉમંગે વધામણા કરે છે અને પોતાના ખેતરમાં વિવિધ પાકોનું વાવેતર કરે છે. ત્યારે હમાવાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ આગાહી કરવામાં આવી છે. હમાવાન વિભાગે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
આંદામાન-નિકોબાર ટાપુ પર વહેલું પહોંશે ચોમાસું
આ વર્ષે આંદામાન-નિકોબાર ટાપુ પર વહેલું ચોમાસુ આવશે. ત્યારે હવે કેરળમાં 27 મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું પ્રવેશ કરશે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં 15 જુન બાદથી જ ચોમાસાનું આગમાન થતું હોય છે પરંતુ આ વખતે વાતાવરણમાં એવા પલટા આવ્યા છે જેના કારણે ચોમાસું વહેલા આવશે. ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું પ્રવેશી શકે છે. સાથે જ રાજ્યમાં આ વર્ષે ચોમાસામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે.