ગુજરાત વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024થી 2033 માટે 10 વર્ષિય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે

જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે કૂલ 2,06,991 જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઈ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતુ. સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કામાં મળેલી કુલ 17,65,604 અરજીઓમાંથી 17,65,595 (99.99%) અરજીઓનો નિકાલ કરવામાં આવેલો છે.

[[$alsoread]]

વિકસિત ભારત@2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે

રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ 2025-26ના વર્ષમાં 2.50 કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે. લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવેલા છે. હાલના સમયમાં વિકસિત ભારત@2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે. 

  • Follow us on: