- સરકારી નોકરી મેળવનારને નિમણૂક પત્ર એનાયત
- 3 હજાર જેટલા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા
- ગુજરાત દેશમાં સેમી કંડક્ટરનું હબ બનશે
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજ્યના 3000 યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર આ વર્ષે 25 હજાર સરકારી નોકરી આપશે. ગાંધીનગર મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, તમામ સેકટરમાં રોજગારીની તકો છે.
ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પહેલા મંત્રી તરીકે ઓળખાણ હોય તેને નોકરી મળતી, હવે નવા સંકલ્પ સાથે મોદીએ શરૂઆત કરી અને હવે મળવા પાત્ર લોકોને નોકરી મળતી થઈ છે. કાયમી નોકરી માટે મેરીટ જરૂરી છે, ઓળખાણ નહીં. ઓળખાણથી 11 મહિના વાળી નોકરી મળી જાય. આજથી કર્મયોગી બનો, એવી આશા રાખીએ છીએ. મુખ્યમંત્રીએ કર્મયોગી ભાવ એટલે હવે મારું છે, એ ભાવથી આગળ વધવા અપીલ કરી હતી.









