ગુજરાત વિધાનસભામાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે. વિધાનસભા ગૃહમાં નિયમ 144 હેઠળ મુખ્યપ્રધાને આ જાહેરાત કરી છે. રાજ્યમાં ઓબેસિટી ફ્રી કેમ્પેઈન શરૂ કરવાની જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા ગૃહમાં કરવામાં આવી છે. રાજ્યમાં મેદસ્વીતા ઘટાડવા માટે રાજ્ય સરકાર કેમ્પેઈન કરશે. સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર આ કેમ્પેઈન ચલાવશે.


[[$googlead]]

પીએમ મોદીએ પણ 'મન કી બાત' કાર્યક્રમમાં આ મુદ્દે કરી હતી વાત

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા ફ્રી રાજ્યનું કેમ્પેઈન ચલાવશે. સરકારે 'સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા ફ્રી ગુજરાત' કેમ્પેઈન ચલાવશે અને લોકોને જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પીએમ મોદીએ પણ 'મન કી બાત' કાર્યક્રમમાં મેદસ્વીતા મુદ્દા વાત કરી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે આ મામલે પગલા લેવાનું શરૂ કરી દીધું છે.

[[$alsoread]]

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઓબેસિટી પર નિવેદન

બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓબેસિટી પર નિવેદન આપતા કહ્યું કે PM મોદીએ મેદસ્વિતા માટે તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં ખાસ વર્ણન કર્યું છે. દેશના યુવાનો અને નાગરીકો ઓબેસિટી સામે લડી વધુ સ્વસ્થ થાય તેના માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રત્યેક નાગરિકના સ્વાસ્થ્યને લઈ ઓબેસિટીનું અભિયાન ગુજરાતે પ્રથમ ઉચક્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ મેદસ્વિતા દિવસે 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત'ની નેમ કરી છે. આવનાર આખું વર્ષ ઓબેસિટી સામે સરકાર લડશે અને તમામ લોકો સુધી વાત સરકાર પહોંચાડશે. આ માટે રાજ્ય સરકારે ખાસ એપ્લિકેશન પણ બનાવવાનો નિર્ણય કર્યો છે.


  • Follow us on: