• આદિવાસીઓમાં આ મામલે નારાજગી હતી: CM 
  • ભાજપ હંમેશા આદિવાસી સમાજની સાથે: ભૂપેન્દ્ર પટેલ
  • ગુજરાતની પાંચ નદીઓને લિંક કરવાની જાહેરાત કરાઇ હતી

દમણ-ગંગા-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ ગુજરાત સરકારે રદ્દ કર્યો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઇ. સીએમ પટેલે કહ્યું કે આ યોજના આદિવાસી ભાઇ-બહેનોના હિતમાં રાખીને જાહેર કરાઇ હતી. ઉપરોકત યોજના બાબતે આદિવાસી ભાઇ-બહેનોમાં કેટલાંક લોકોએ ગેર સમજ ઉભી કરી હતી. તેના કારણે આ યોજનાનો વિરોધ થયો હતો. મારી સરકાર આદિવાસીના હિત માટે અનેક યોજનાઓ અમલમાં મૂકે છે અને તેનો લાભ મળતો રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા કોઇ યોજના અમલમાં મૂકતા પહેલાં રાજ્ય સરકાર દ્વારા મંજૂરી લેવામાં આવે છે. આથી ગુજરાત સરકાર આગળ વધારવા માંગતી નથી. આ યોજના રદ કરવા અંગે કેન્દ્રમાં પણ સહમતિ સંધાઇ છે. આમ આદિવાસી ભાઇ-બહેનોની લાગણીને માન આપી આ યોજના રદ્દ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ગુજરાતની પાંચ નદીઓના લિંકની જાહેરાત કરી હતી. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ત્યારે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે.