આસારામના જામીનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લંપટ આસારામને 3 મહિનાના હંગામી જામીન આપવામાં આવ્યા છે. સુરત દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામે 6 મહિના માટે જામીન માગ્યા હતા. જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આશારામની જામીન અરજી પર એ. એસ.સુપેહિયાની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને મેડિકલ ગ્રાઉન્ડ પર તેને 3 મહિના માટેના જામીન આપવામાં આવ્યા છે.
25 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી થઈ ત્યારે સમગ્ર મામલે બંને પક્ષોની રજૂઆતને લઈને જામીન અરજીનો ચુકાદો રદ રાખ્યો હતો. જોકે હાઈકોર્ટ દ્વારા આજે આસારામને મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના હંગામી જામીન આપવામાં આવ્યા છે.










